ઉપલેટામાં રિનોવેશન થઈ રહેલ હેરિટેજ તાલુકા ટાવર બિલ્ડીંગ બનીને તૈયાર થઈ તે પહેલાં ભ્રષ્ટાચારની પોલ ખુલતા કલર કામના થીગડા મારવાની કામગીરી શરૂ કરાઈ
કરોડોના ખર્ચે નિર્માણની કામગીરીમાં ભરપુર ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ વિવિધ વિભાગોમાં થતા હવે થીગડા મારવાનું શરૂ કરાયું
ઉચ્ચ કચેરી અને વિભાગ માંથી ભ્રષ્ટાચારની તપાસ થાય અને પોલ ખુલે તે પહેલા તંત્રએ રંગ રોગાન શરૂ કરી દીધું
ગોલમાલ અને ભ્રષ્ટાચારના સંપૂર્ણ ડિજિટલ આધાર, પુરાવા તપાસ દરમિયાન ફરિયાદી રજુ કરશે
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૦૮ જાન્યુઆરી ૨૦૨૫, ઉપલેટા શહેરની અંદર આવેલ અને ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજી બાપુના ઉપલેટાને મળેલા અમૂલ્ય અને કીમતી એવા હેરિટેજ તાલુકા ટાવર બિલ્ડીંગ અને ક્રિકેટ ગ્રાઉન્ડના નવીનીકરણ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમનું કામ બે વર્ષથી ચાલી રહ્યું હતું પરંતુ છેલ્લા છ એક મહિનાથી આ કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો હોય અને કોન્ટ્રાક્ટરો અને મજૂરો અહીંથી ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું હતું જેમાં ઉપલેટાના એક જાગૃત નાગરિકે આ મામલે માહિતી માંગતા અરજદારને કોઈપણ પ્રકારની માહિતી આજદિન સુધી પૂરી તો પાડવામાં આવી નથી જેથી આ માહિતીઓ પૂરી ન પાડનાર અને બેજવાબદારી ભર્યા કામો અને ભરપૂર ભ્રષ્ટાચાર હોવાની બાબતને લઈને રાજકોટ જિલ્લા કલેકટર, ગુજરાત શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય સુધી લેખિત ફરિયાદ કરવામાં આવતા તંત્ર હવે આ મામલે ઢાંકપીછોડા કરવા માટે રંગરોગાન શરૂ કરી ભ્રષ્ટાચાર ના ઉખડી ગયેલા પોપડાને ઢાંકવા માટેની અને ઉચ્ચકક્ષાએથી તપાસ આવે તો સુશોભિત અને સુંદર કામગીરી થયેલ હોવાનું દેખાય તે માટેની તાબડતો કામગીરી હાથ ધરી રહી છે.
ઉપલેટા નગરપાલિકામાં આવેલા અને ગોંડલ સ્ટેટ વખતના હેરિટેજ ટાવર બિલ્ડીંગના રિનોવેશનના કામ કરવા માટે કરોડો રૂપિયાની રકમ મંજૂર થઈ હોવાની માહિતી સામે આવી છે જેમાં આ કરોડોની મંજૂર થયેલી રકમમાં પણ ભ્રષ્ટાચારને કારણે આ મંજુર થયેલી કરોડોની રકમ હવે ટૂંકી પડી ગઈ છે કારણ કે આ સમારકામ માટે ઉપલેટા નગરપાલિકા કચેરી દ્વારા ખર્ચમાં વધારો કરવા માટેની પણ ઉચ્ચ કક્ષાએ માંગણી કરી લીધી છે અને ખર્ચમાં વધારો પણ મંજુર થઈ ચૂક્યો છે ત્યારે કરોડોના ખર્ચે મંજૂર થયેલા કામમાં કરોડો રૂપિયા વાપર્યા બાદ પણ પરિણામ નગરજનો, નાગરિકો સામે છે જેમાં આ ચાલી રહેલા કામ દરમિયાન કોઈપણ નાગરિકને તપાસ કરવા ચકાસણી કરવા કે નિહાળવા માટેની પ્રતિબંધિત કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ જાગૃત નાગરિકો દ્વારા કોઈને કોઈ રીતે અંદરની પહોંચીને અહીંયાના રીનોવેશનની કામગીરી પૂર્ણ થયાના થોડો જ સમયની અંદર ખળભળી ગયેલ, પોપડા પડવા, કલર ઉખડવા, ભેજ લાગી જવો, પોપડા પડવાની, પાણી પડવા, દરવાજા ખરાબ થવા, બારીઓ ખરાબ થવી, ઘડિયાળ બંધ થઈ જવી, ડંકા બંધ થઈ જવા સહિતની બાબતો કામ પૂર્ણ થાય તે પહેલા જ ખંઢેર હાલતમાં થઈ ચૂક્યા હતા.
આ અમૂલ્ય બિલ્ડીંગ રાજાશાહી વખતની ઉપલેટા નગરપાલિકાને સોંપવામાં આવી છે તે બિલ્ડિંગના સમારકામમાં સાથે મળીને થયેલા ભ્રષ્ટાચારના પોપડા અને તટસ્થ પુરાવાઓ સમયાંતરે એક જાગૃત નાગરિક અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ દ્વારા સમય, તારીખ, જગ્યા, સ્થિતિ સાથે ડિજીટલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે ત્યારે આ બાબતની માહિતીઓ નગરપાલિકા પાસે માંગવામાં આવતા ઉપલેટા નગરપાલિકા કચેરીના જવાબદાર અધિકારી દ્વારા માહિતી ન આપવાના ઈરાદાથી તેમજ ઉપરથી નીચે સુધીના અધિકારીઓ સાથે મળી અરજદાર માહિતીઓ માંગવા માંથી અને માહિતી મેળવવા માટેના પ્રયાસો અને પ્રયત્નોથી માંથી થાકી જાય તે માટે માહિતી મોંઘી બનાવી નાખી અને વધારે રકમની માંગણીઓ કરી દીધેલ અને વધુ રકમ વસૂલ કરી કાયદાની ઉપરવટ જઈ માહિતી ન પૂરી પાડવા માટેના હુકમો પણ કરી રહી છે તેવું પણ સામે આવ્યું છે ત્યારે આ બાબતે હવે પુરાવાઓ એકત્રિત થઈ ચૂક્યા છે અને ફરિયાદો પણ દાખલ થઈ ચૂકી છે ત્યારે હવે ઉપલેટા નગરપાલિકા હજુ વધુ ખર્ચ મંજૂર કરાવી અને બાકીના કામો પૂર્ણ કરવા માટેની કામગીરી હાથ ધરેલી હોવાની ખુદ માહિતી ઉપલેટા નગરપાલિકા આપી રહી છે એટલે કે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે અને હજુ વધુ ખર્ચ કરવો પડે એમ છે તેવી માંગણી કરી વધુ ખર્ચ મંજુર પણ કરાવી લીધેલ છે.
ઉપલેટાના હેરિટેજ ટાવર બિલ્ડિંગના ચાલી રહેલા રીનોવેશન કામની અંદર મોટાપાયે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી અને પુરાવાઓ ઉપલેટાના એક જાગૃત નાગરિક પાસે ઉપલબ્ધ હોવાની પણ બાબતો સામે આવી છે જેમાં આ જાગૃત નાગરિક પાસેના પુરાવાઓ તપાસ દરમિયાન જ્યારે પણ તપાસ અધિકારીઓની ટીમ પુરાવાઓ માંગશે ત્યારે તપાસ અધિકારીને સોંપવા માટેની પણ તૈયારીઓ છે ત્યારે ઉપલેટા નગરપાલિકા હસ્તકના ચાલી રહેલા આ હેરિટેજ ટાવર બિલ્ડિંગના રિનોવેશન કામની અંદર ઉપરથી નીચે સુધી અધિકારીઓ, ભુતકાળના પદાધિકારીઓ તેમજ રાજનેતાઓ અને કોન્ટ્રાક્ટરોએ સાથે મળી અંદાજિત સાત કરોડમાં મંજૂર થયેલ આ બિલ્ડીંગના નવીનીકરણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની ભારે ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી છે અને છેલ્લા છ એક મહિનાથી કામ બંધ થઈ ચૂક્યું હોય અથવા અટકી ગયું હોઈ તેવું સામે આવ્યું હતું જેથી હતું આ અંગેની ફરિયાદો થતા હવે ભ્રષ્ટાચારના ઉખડી ગયેલા પોપડા ઉપર નગરપાલિકા તંત્ર દ્વારા કલર કામ શરૂ કરવામાં આવ્યું છે.
ઉપલેટામાં કરોડોના મંજૂર થયેલા ખર્ચ બાદ પણ કામ પૂર્ણ નહીં થતાં આ ચાલી રહેલ કામમાં વધારો કરવા માટે વધુ રકમ મંજૂર કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ખુદ ઉપલેટા નગરપાલિકા જણાવી રહી છે ત્યારે હવે આ ભરપૂર ભ્રષ્ટાચારમાં સામેલ તમામ અધિકારી, ઈન્સ્પેક્શન કરનાર, કોન્ટ્રાક્ટર અને કંપનીઓ, પદાધિકારીઓ સહિતના એન્ટી કરપ્શન બ્યુરો તેમજ ન્યાયપાલિકાના રડારમાં આવી ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ સાથે જ હવે ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પોતાની ક્ષતિ અને ભ્રષ્ટાચારના પોપડાને ઢાંકવા માટે છેલ્લા એક અઠવાડિયાથી રંગારંગ કાર્યક્રમ શરૂ કર્યો છે જે ઉપલેટાના નગરજનોને પણ સામે દેખાઈ રહ્યો છે અને હવે આ બાબતમાં આ તમામ એકબીજાને ફસાવે નહીં તે માટે બદલી તેમજ અહીંયાથી ભાગવા અને છટકવા માટેના પયાસો રાજકીય રીતે તેમજ લાગવક કરી અને ઉચ્ચ રાજકીય અને અન્ય છેડાઓ અડાડી વહેલી તકે કામ પૂર્ણ કરવા માટેની દબાણ, દબાવ કરીને પતાવટ કરી રહી છે અને જવાબદાર અધિકારીઓ અહીંયાથી બદલી કરાવી અને અહીંયાથી નીકળી જવા માટેના ધમપછાળા પણ શરૂ કર્યા હોવાની માહિતી સામે આવી છે.
આ ટાવર બિલ્ડિંગની અંદર ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તાલુકા શાળા અભ્યાસ કરી હતી ત્યારે આ બિલ્ડિંગના નવીનીકરણના કામમાં થઈ રહેલા ગોલમાલ, ભ્રષ્ટાચાર અને યોગ્ય કામગીરી ન થતી હોવાની બાબતને લઈને ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પણ જાગૃત નાગરિકે પુરાવાઓ બતાવી, સમજવું અને સંપૂર્ણ બાબતે આજથી એક વર્ષ પહેલા જાણ કરી હતી પરંતુ શરૂઆતમાં શિક્ષણ સમિતિના આગેવાન દ્વારા કાર્યવાહીની વાતો કરી હતી પરંતુ તે પણ હવે રસ ન લેતા નાગરિકોમાં અને અહીં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં તેમજ શિક્ષકોમાં ચિંતાનો અને ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ શાળાના નવીનીકરણના કારણે ઉપલેટા શહેરની તાલુકા શાળાનું સ્થળાંતર થતાં અંદાજિત ૮૦ થી ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓએ શાળાએ આવવાનું બંધ કરી દીધું હોવાની પણ માહિતી સામે આવી છે ત્યારે અહીંયા શરૂઆતમાં ભ્રષ્ટાચાર માટે બાયો ચડાવનાર હવે તમામ આગેવાનો, અગ્રહીઓ કોઈને કોઈ સેટલમેન્ટ અથવા અન્ય કારણથી જમીન ઉપર બેસી ગયા છે છે અને આ મામલાની અંદર હવે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ વાલીઓ નાગરિકો અને ફરિયાદીઓની ચર્ચાઓ સામે આવી રહી છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.