*તલોદ નગરમાં વિજયાદશમી નિમિત્તે પંથ સંચલન માં સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉમટ્યાં* - At This Time

*તલોદ નગરમાં વિજયાદશમી નિમિત્તે પંથ સંચલન માં સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉમટ્યાં*


*તલોદ નગરમાં વિજયાદશમી નિમિત્તે પંથ સંચલન માં સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉમટ્યાં*

*રિપોર્ટ તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

*ભારત માતાકી જય અને જય શ્રી રામના નારા સાથે પથ સંચલન યોજાયું*

વિજયાદશમીના પાવન પર્વે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તલોદ તાલુકા દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવતા આર.એસ.એસ ના સ્થાપના દિન દશેરા ના દિવસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિચારધારા સાથે સંકળાયેલા સ્વયં સેવકો મોટી સંખ્યામાં માહેશ્વરી સમાજ વાડી તલોદ ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે પથ સંચલનમાં જોડાઈ ભારત માતા કી જય,જય શ્રી રામના નારા સાથે નીકળેલી આ પથ સંચલન રેલી માહેશ્વરી સમાજ વાડીથી ટાવર ચોક થી માતાજીના ચોક સુધી નીકળી હતી આ નીકળેલી પથ સંચલન રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ટીનુભા ઝાલા,તાલુકા કાર્યવાહ સંજયભાઈ ગુર્જર,આર.એસ.એસ,વિહીપના ભાગવતસિંહ કાર્યકરો,સ્વયંસેવક ભાઇઓ,યુવાનો,વડીલો મોટી સંખ્યામાં જોડાઈ પથ સંચલનના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.