જાફરાબાદના લાઇટ હાઉસ રોડ ઉપર આખલાઓ નું યુધ્ધ સર્જાતા લોકોમાં અફડાતફડી મચી ગઇ - At This Time

જાફરાબાદના લાઇટ હાઉસ રોડ ઉપર આખલાઓ નું યુધ્ધ સર્જાતા લોકોમાં અફડાતફડી મચી ગઇ


જાફરાબાદના લાઇટ હાઉસ રોડ ઉપર આખલાઓ નું યુધ્ધ સર્જાતા લોકોમાં અફડાતફડી મચી ગઇ

ભરચક્ક વિસ્તારમાં આખલાઓ નું યુધ્ધ સર્જાતા દુકાન ધારકો ના શ્વાસ અધ્ધર થઈ ગયા

ગૌચર ની જમીનો આખલા ચરી જતાં ખુટિયા ઓના જાહેર રોડ ઉપર ધામા હોય

જાફરાબાદના બંદરચોક તથા લાઈટ હાઉસ રસ્તા ઉપર આખલાઓ નું યુધ્ધે ચડતા અફડાતફડી મચી ગઇ હતી આજુબાજુમાં દુકાનદારો દ્વારા આખલાઓ યુધ્ધે ચડતા દુકાનના શટરો બંધ કરી દેવા પડ્યા હતા અને આજુબાજુ માં મોટરસાયકલો પણ દુર મુકવા જતા લોકો પણ ભયભીત બન્યા હતા બપોરના સમયે આ ઘટના બની હતી આ ઘટના સવારે બની હોત તો અનેક લોકો અડફેટે ચડી ગયા હોત કેમકે આ બંદચોક વિસ્તાર માં મોટી સંખ્યામાં સવારના નાગરિકો ની અવરજવર રહેતી હોય છે. અને બાળકો તથા સિનિયર સિટીઝન તથા મહિલાઓ અહીંથી બજારમાં જતા હોય છે. જો‌ તેવા સમયે આખલાઓ યુધ્ધે ચડ્યા હોત તો મોટી જાનહાનિ સર્જાય હોત આ બંદચોક માં લાઇટ હાઉસ રોડ ઉપર જતા નજીક લીલો સુકો કચરો ઠલવાતો હોય તેને ખાવા માટે આખલાઓ અહીં એકઠા થતા હોય અહીં અવારનવાર આખલાઓ યુધ્ધે ચડ્યા હોય પરંતુ જવાબદાર પાલિકા ક્યારે આખલાઓ પકડવાની કામગીરી કરશે તેવી ઘટના સ્થળે થી અનેક ચર્ચાઓ શહેરમાં જાહેર માર્ગો ઉપર પશુઓના અડિંગાના કારણે વાહનચાલકો પરેશાની વેઠવી રહ્યા છે. શહેરમાં જાહેર રસ્તા ઓ પર પશુઓના અડિંગાથી રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાડમારી વેઠવી પડે છે. પશુઓના અડિંગો રસ્તા ઉપર હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં પણ અકસ્માત નો ભય સેવાઇ રહ્યો છે. શહેરમાં જ્યારે આખલા યુધ્ધ સર્જાય ત્યારે પસાર થતા રાહદારીઓના શ્વાસ અધ્ધર થઈ જાય છે. આખલા યુધ્ધે ચઢે ત્યારે લોકો પણ અડફેટે ચડી ગયા હોવાના પણ બનાવો બન્યા છે. જાહેર રોડ રસ્તાઓ બજારોમાં તથા માર્કેટમાં રોડ રસ્તાઓ ઉપર પશુઓ બેસતા હોવાથી અકસ્માતો પણ સર્જાયા છે. અકસ્માતે ઘણાખરા લોકો એ પોતાના અનમોલ જીવ ગુમાવ્યા છે. તથા સારવાર લેવાની ફરજ પડી છે. અને અમુક લોકોએ પોતાના હાથ પાડું પણ ભાગ્યા છે. શહેરમાં મોટાભાગના જાહેર રસ્તાઓ પર પશુઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જવાબદાર તંત્રની ઘોર બેદરકારીના કારણે માર્ગો પર પસાર થતા મહિલાઓ વૃદ્ધો શાળાએ જતા નાના ભૂલકાંઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે આખલા યુધ્ધ સર્જાય ત્યારે આસપાસ દુકાનદારો લારીધારોકો પાર્ક કરેલા વાહનોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. પરંતુ જવાબદાર તંત્ર કરી રહ્યા છે. આંખ આડા કાન શું આ બાબતે પાલિકા તંત્ર ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ વીથ રૂલ્સ ઍન્ડ નોટીફિકેશન્સ માં ઢોર પુરવા બાબત ની જોગવાઈઓ આ કાયદામાં પાલિકા ની સત્તા હોવા છતાં પણ કાયદાઓ મુજબ કામગીરી કરવામાં આવતી નથી જવાબદાર તંત્ર પશુઓને ડબ્બે પુરી તેમના નિભાવ માટે બેદરકાર બન્યું છે. જેના કારણે લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગૌચરની જમીન પર પેશકદમી થઈ છે. જેથી પશુઓનું પણ શહેરીકરણ વધ્યું છે. જવાબદાર તંત્ર દ્વારા શહેર પશુઓના ત્રાસમુક્ત બંને તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.

રિપોર્ટર
યોગેશ કાનાબાર
રાજુલા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.