મોરબી પત્રકાર એસોસિયેશન દ્વારા સબજેલ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું - At This Time

મોરબી પત્રકાર એસોસિયેશન દ્વારા સબજેલ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું


મોરબી પત્રકાર એસોસિએશન તથા શ્રીહરિ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર તથા વ્યોમ લેબોરેટરી દ્વારા મોરબી સબજેલના બંદીવાન માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં બંદીવાનોએ લાભ લીધો હતો.

યાદીમાં જણાવ્યા અનુસાર ગઈકાલ તા.૧૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ મોરબી સબ જેલ ખાતે “મોરબી પત્રકાર એસોસીએશન” તથા શ્રી હરિ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરના “ તેમજ "વ્યોમ લેબોરેટરી" ના સયુંકત ઉપક્રમે મોરબી સબ જેલના બંદીવાનો માટે નિશુલ્ક મેડીકલ કેમ્પ તથા દવાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવેલ આ કેમ્પમાં મોરબી શહેરનાં નામાંકિત ડો.સાગર ગમઢા (ઓર્થોપેડીક), ડો.દીવ્યેશ શેરસીયા (એમ.ડી. સર્જન), ડો.નીથીશ માલાસણા(એમ.એસ.સર્જન), ડો.કલ્પેશ રંગપરીયા(એમ.બી.ડી.ડી.વી), ડો.મેહુલ પનારા(એમ.એસ.સર્જન) તથા મોરબી પત્રકાર એસોસીએશનના પ્રમુખ સુરેશભાઇ ગૌસ્વામી, ઉપપ્રમુખ રવીભાઇ ભડાણીયા, મહામંત્રી ભાસ્કરભાઇ જોષી તથા કરોબારી સમીતીના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ સમગ્ર નિઃશુલ્ક મેડિકલ કેમ્પને સફળ બનાવવા જેલ પ્રશાસનના જેલ અધિક્ષક એ.જી દેસાઇ, ઇન્ચાર્જ જેલર એ.આર.હાલપરા તથા પી.એમ.ચાવડા સહિત જેલ સ્ટાફ હાજર રહ્યા હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image