મહાશિવરાત્રી નિમિત્તે થાનગઢમાં ઓમ નમઃ શિવાય ના નારા ગુંજી ઉઠ્યા
શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ આયોજિત મહાશિવરાત્રી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભોળાનાથ ની વેશભૂષા માં "ધર્મેશભાઈ ડાભી"ને શ્રી પીન્ટુભાઇ જાગાણી દ્વારા શંકરભગવાનની વેશભૂષા માં વર્ષો વર્ષ તૈયાર કરે છે મહાશિવરાત્રીની સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા આજે તારીખ :18/02/2023ને શનિવારે શ્રી વાસુકીદાદા ના મંદિરેથી બપોરે 2-00 વાગ્યે પ્રસ્થાન કરવામાં આવી મહા શિવરાત્રીની શોભાયાત્રામાં 3500( સાડાત્રણ હજાર) સમાજના ભાઈઓ-બહેનો, બાળકો,વડીલો,આગેવાનો,જોડાયા હતા શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢ માંથી સતવારા સમાજ ના બાળકો દ્વારા શંકર, રામ,વેશભૂષામાં તૈયાર થઈને શોભાયાત્રામાં જોડાયા,સતવારા સમાજ દ્વારા દુઃખ ભંજણી મેલડીમાં ગ્રુપ તથા ભૂમિ ડીજે દ્વારા ડીજે ની વ્યવસ્થા કરવામાં આવી ભોળાનાથના ભજન,ગીતો દ્વારા સમાજ ના લોકો ડીજે ના તાલે ગરબે રમ્યા હતા તથા શરબતની વ્યવસ્થા દુઃખભંજણી મેલડીમાં ગ્રુપ તથા રામજીભાઈ કણઝરીયા દ્વારા કરવામાં આવી વાસુકીવોટર સપ્લાયર તથા પ્રકાશ મોબાઈલ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી તથા વિસ્તાર પ્રમાણે સતવારા સમાજ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી સતવારા સમાજના મામા ગ્રુપ તરફથી લીલી દ્રાક્ષની પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું તથા જગ્ગુભાઈ જાદવ તરફથી બટેટા, શ્રી વાસુદેવભાઈ પરમાર તરફથી શકકરીયા તેમજ શ્રી ભરતભાઈ ફ્રૂટવાળા દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું થાનગઢ ના શોભયાત્રામાં વાસુકીમંદિર થી હરિનગર, ધોળીતલાવડી, ગ્રામલક્ષ્મી, ફૂલવાડીમાં શોભયાત્રા નો રૂટ રાખવામાં આવ્યો હતો શોભયાત્રા સમાપન સાંજે 6-00વાગ્યે બાવળવાળા મેલડીમાતાજી ના મંદિરે કરવામાં આવેલ ત્યાં શ્રી બાવળવાળા મેલડીમાં ધૂન મંડળ ની સાઉન્ડ વ્યવસ્થા કરવામાં આવી શ્રી સમસ્ત સતવારા સમાજ થાનગઢ દ્વારા શોભયાત્રા ને સફળ બનાવવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.