કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો - At This Time

કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો


 

કેશોદ જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે જેમની અંદર હાડકાના દુખાવા સાઈટીકા ચામડીના રોગો અને ખાસ કરીને પહેલાં અને ત્રીજા રવિવારે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ યોજવામાં આવેછે યોજાયેલા કેમ્પના ભોજન દાતા સ્વ.હેમકુવરબેન પ્રાાગજી ભાઈ સોલંકીના પરિવારજનો કેમ્પના દાતા રહ્યા હતા આ કેમ્પની શરૂઆત ભોજન દાતા પરિવારજનો 

 દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ જેમની સાથે જલારામ મંદિરના રમેશભાઈ દિનેશભાઈ કાનાબાર  વગેરે દ્વારા કરવામાં આવેલું હતું આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન માટે બસ્સો પચાસ  દર્દીઓ આવેલા હતા જેમાંથી છોતેર દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ હોસ્પિટલ  મોકલવામાં આવેલા હતા જલારામ મંદિર દ્વારા અન્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું હતું જેમાં સાંધાના દુખાવા સાયટીકા વા તેમજ ચામડીના દર્દો માટે ડોક્ટર શ્યામ પાનસુરીયા દ્વારા ફ્રી ઓફ સેવા આપવામાં આવેલી હતી 

જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 28૩ જેટલા કેમ્પ કરી વીસ હજારથી  વધુ દર્દીઓને આંખોને નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવાભાવી કાર્યકરો દ્વારા ભારે ઉઠાવવામાં આવેલી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.