અનુ.જાતિના લોકો ઉપર ઉનાકાંડ બાદ થયેલ કેસો પરત ખેંચવા માટે યુવા ભીમ સેના તથા સમસ્ત અનુ.જાતિ સમાજ, સંગઠનો દ્વારા રાજકોટ ખાતે રાજ્ય સ્તરે મહા સંમેલનનું આયોજન. - At This Time

અનુ.જાતિના લોકો ઉપર ઉનાકાંડ બાદ થયેલ કેસો પરત ખેંચવા માટે યુવા ભીમ સેના તથા સમસ્ત અનુ.જાતિ સમાજ, સંગઠનો દ્વારા રાજકોટ ખાતે રાજ્ય સ્તરે મહા સંમેલનનું આયોજન.


રાજકોટ : અનુ.જાતિના લોકો ઉપર ઉનાકાંડ આંદોલન , 2 એપ્રિલ ભારત બંધ આંદોલન, ભાનુભાઈ વણકર શહીદી વખતે થયેલ આંદોલન દરમ્યાન, અનુ.જાતિના લોકો ઉપર થયેલ અત્યાચારો તેમજ હક્ક અધિકારો માટે થયેલા આંદોલનો બાદ કરવામાં આવેલ કેસો પરત ખેંચાવવા માટે યુવા ભીમસેના તથા અનુ.જાતિ સમાજના સંગઠનો દ્વારા રાજકોટ ખાતે મહા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અનુ.જાતિના વિવિધ સંગઠનો દ્વારા સરકારશ્રીને આવેદનપત્ર આપી, જે રીતે 'પાટીદાર અનામત આંદોલન' બાદ ગુજરાત ભરમાં તોફાનો ફાટી નીકળેલ હતા. સરકારની મશનરીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરેલ હતું. તે દરમ્યાન પાટીદાર સમાજના લોકો પર થયેલ કેસો જે રીતે સરકારશ્રી દ્વારા પરત ખેંચવામાં આવેલ છે. એજ પ્રમાણે ભારતના બંધારણીય અધિકારો મુજબ સમાનતાના સિદ્ધાંતોને ધ્યાને લઈ અનુ.જાતિના વિવિધ આંદોલન બાદ થયેલ કેસો પરત ખેંચાવવા માટે રાજકોટ ખાતે અરવિંદભાઈ મણીયાર હોલ,જ્યૂબેલી બાગ તા.૦૩-૦૮-૨૦૨૨ને બુધવારના રોજ યુવા ભીમસેના તેમજ અનુ.જાતિના વિવિધ સંગઠનો દ્વારા મહા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ગુજરાત ભરમાંથી વિવિધ આગેવાનો, સમાજના અગ્રણીઓ, સમાજ પ્રેમી ભાઈઓ, વિગેરે બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે, જવા માટેની આગળની રણનીતિઓ ઘડવા માટે, વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણાઓ કરી આ ખોટા અને ગેરકાયદેસરના કેસો પરત ખેંચાવવા માટે આયોજનબધ રીતે રજૂઆતો કરવા માટે તેમજ આગળની રણનીતિ ઘડવા માટે મોટી સંખ્યામાં અનુ.જાતિ સમાજના લોકો હાજર રહેશે.
ડી.ડી.સોલંકી"સાહેબ"
રાષ્ટ્રીય અધ્યક્ષ - યુવા ભીમસેના
Mo.90995 09661

રિપોર્ટર અમૃત રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon