શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપર દ્વારા ઉજવાયો શાળાનો 45 મો સ્થાપના દિન - At This Time

શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપર દ્વારા ઉજવાયો શાળાનો 45 મો સ્થાપના દિન


ભાવનગર જિલ્લા નાં મહુવા તાલુકા ના મોણપર ગામ તેમજ શિક્ષકો દ્વારા આજ રોજ તારીખ 27-12-2022 ના રોજ બગદાણા ધામ ની બાજુમાં આવેલ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપર દ્વારા 44 વર્ષ પૂરા કરી 45 માં વર્ષ મંગલ પ્રવેશ કરતા શાળા ના શિક્ષકો દ્વારા આજ રોજ 44 વર્ષ દરમિયાન આવેલ તમામ દાન નાં દાતાશ્રીઓનું સન્માન કરવા માં આવ્યું હતું તેમજ બાળકો દ્વારા ગુરુવંદના તેમજ મોણપર ગામ માં આજ દિન સુધી ભણેલ બહેનો જોબ કરતા હોય એમને કર્મશીલ એવોર્ડ થી સન્માનીત કરવા માં આવ્યા તેમજ ગુજરાત નો પહેલો કાર્યક્રમ એવો શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપર દ્વારા થયો હશે અને ભવ્યાતિ ભવ્ય રીતે માતા પિતા નું પૂજન કરવામાં આવ્યું
જેમાં સ્ટેજ સંચાલક ભગીરથભાઈ ગોસાઈ(શિક્ષક) એ જોરદાર સંચાલન કર્યું હતું જેની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાન,શૈક્ષિક મહાસંઘના આગેવાન બગદાણા પીએસઆઇ શ્રી ગઢવી સાહેબ તથા રાજકીય,સામાજિક અને ધાર્મિક અગ્રણીઓએ તેમજ પ્રેસ મિત્રો એ હાજરી આપી હતી તેમજ સ્કૂલ ના આચાર્ય શ્રી તેમજ શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમ માં ગામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ તેમજ ખોબલે-ખોબલે દાન શાળાને અર્પણ કર્યું તથા આનંદ અને ઉલ્લાસ સાથે અલ્પાહાર કરી અને શાળા સ્થાપના દિન નાં કાર્યક્રમ ને સંપન્ન કર્યો

અહેવાલ મુકેશ એસ વાઘેલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon