કોઈ આંગણે જ્યોત પ્રગટાવીએ તો દિવાળી છે.
કોઈ આંગણે જ્યોત પ્રગટાવીએ તો દિવાળી છે
મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું,
પછી અંધારો ઓરડો ઠેલ્યો ભીતર મારું ઝળહળતું
કદાચ ખંડના ઝળહળાટ પૂર્વેની અનિવાર્ય શરત છે અંધકારનો રઘવાટ, દિવાસળી કે દીવા માટેની ખાંખાખોળી અંધકારમાં આરંભાય છે. કાળી ચૌદસ પૂર્વશરત છે, દિપાવલી માટેની. કારની વિન્ડશિલ્ડનો કાચ તેના રીઅર-વ્યુ કાચ કરતા મોટો હોય છે. કારણ
પસાર થઈ ગયેલ કે વીતેલ સમય કરતા વધારે મુલ્યવાન આવી રહેલ સમય છે. આપણી સામે જીવન આવા વિકલ્પો લઇ આવે છે ગઈકાલ માટે આજ આપી દેવી છે કે આવતીકાલ માટે આજ આપવી છે? ગઈકાલ છે તો આવતી કાલ છે, સુર્યાસ્ત છે તો સૂર્યોદય છે, પાનખર છે તો વસંત છે. ઓટ છે તો ભરતી છે. આમ જ, અંધકાર છે તો ઉજાસ છે. આમ જુઓ તો જ્યોત, ચૈતન્ય, જ્ઞાન આનું એક જ ગોત્ર છે. આ જ્યોત સહસ્ત્રનામા કે અનંતરૂપા છે. ઉજાસ માત્ર સ્થૂળ નથી, સુક્ષ્મ પણ છે. એક જ્યોતમાંથી અંતહીન જ્યોત પ્રગટાવી શકાય, અને છતાં કોઈનો ઉજાસ લગીરે ઓછો ન થાય. માંગલ્ય કે કલ્યાણની આ જ મજા છે તે વાપરતા વધે છે કારણ કે તે વસ્તુ નથી. દીવો તો રૂપક પણ છે તેમાં વાટને અહંકાર અને તેલને વાસના ઈચ્છા ગણો તો તેની પડી રહેલ રાખનું મુલ્ય સમજાય છે.
રહસ્યવાદી મૌખિક ધારામાં એક અદભૂત કથા છે. એક વખત એક આત્મવાન અને સંવેદનશીલ માણસ પરમેશ્વર પાસે જીવન અને જગતની ફરિયાદો લઈને પહોંચી ગયો : ઓ પરમેશ્વર,
આ તો તારું કેવું જગત? અહીં આટલો બધો; અન્યાય અને આક્રમકતા, અનીતિ અને અધર્મ, હિંસા અને અસહિષ્ણુતા, પીડા અને વેદના, દુઃખ અને ગ્લાની, અહંકાર અને અંધકાર. જયારે તારે તો રહેવા સ્વર્ગ છે, આ અમારે તો જો.. પ્લીઝ, અમને મદદ કરવા કોઈને મોકલ. કોઈ અવતાર, મસીહા, તીર્થકર, પયગંબર... જે અમને તારે કે ઉગારે કે મદદ કરે. તો પરમેશ્વર કહે, ‘મેં
તને તો મોકલ્યો છે. તું શું કરે છે?
અર્થાત્, આસપાસ પીડા હોય તો ઉપચાર બનવાનું છે, હિંસા હોય તો કરુણા, વૈમનસ્ય હોય તો મૈત્રી, અશાંતિ હોય તો શાંતિ અને અંધકાર હોય તો દીવો બનવાનું છે. જયોત તો અનેક રીતે બની શકાય. સૂફી કવિ રૂમી કહેતા, ‘આસપાસ અપાર અંધકાર હોય તો સમજી લો કે તમે જ્યોત છો!’ આપણે અનેક રીતે દીવો પ્રગટાવી શકતા હોઈએ છીએ કે સ્વયં દીવો પણ બની શકતા હોઈએ છીએ જુઓ, હતાશાની પળે ફૂલ આપીને નિષ્ફળતાની પળે હાથ આપીને, બોજની પળે સાથ આપીને, વિષાદની પળે ગીત આપીને, થાકની પળે સ્મિત આપીને એ યાદ રાખવા જેવું છે કે એ પળે પરમે આપણી પર શ્રધ્ધા મૂકી છે! ચાલો, કોઈના આંગણે કે ઓટલે, મારગ કે બજારમાં, સંબંધ કે જીવતરમાં જ્યોત પ્રગટાવીએ કે જ્યોત જેમ પ્રગટીએ...
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.