બોટાદ : જિલ્લાકક્ષાએ રજિસ્ટ્રી શાખા, કલેક્ટર કચેરી ખાતે “EVM-VVPAT નિદર્શન ક્ક્ષ” ખુલ્લો મુકાયો - At This Time

બોટાદ : જિલ્લાકક્ષાએ રજિસ્ટ્રી શાખા, કલેક્ટર કચેરી ખાતે “EVM-VVPAT નિદર્શન ક્ક્ષ” ખુલ્લો મુકાયો


સામાન્ય મતદારો ઇવીએમ-વીવીપેટની કાર્યપધ્ધતિથી માહિતગાર થાય અને તેની કાર્યરીતિ અંગે જાણકારી મેળવી શકશે

તા.૦૬: આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સામાન્ય મતદારો ઇવીએમ-વીવીપેટની કાર્યપધ્ધતિથી માહિતગાર થાય અને તેની કાર્યરીતિ અંગે જાણકારી મેળવે તે હેતુસર ઇવીએમ-વીવીપેટ નિદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવાના હેતુસર દરેક જિલ્લા/તાલુકા મથક ખાતેથી કચેરીઓ/જનસેવા કેન્દ્ર ખાતે સ્થાયી “ EVM-VVPAT નિદર્શન ક્ક્ષ” તૈયાર કરવામાં આવે છે. જેને અનુલક્ષીને જિલ્લાકક્ષાએ રજિસ્ટ્રી શાખા, કલેક્ટર કચેરી, બોટાદ ખાતે “ EVM-VVPAT નિદર્શન ક્ક્ષ” ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વધુમાં વધુ મતદારો આ નિદર્શન પ્રક્રિયામાં સહભાગી બની સમગ્ર કાર્યપધ્ધતિથી વાકેફ થાય તે માટે વિવિધ કચેરીઓ ખાતે આવતા મુલાકાતીઓને “ EVM-VVPAT નિદર્શન ક્ક્ષ” ની મુલાકાત લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, બોટાદ તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.