સાયબર ફ્રોડના ભોગબનનાર વ્યકિતએ ત્વરિત સાયબર હેલ્પલાઇન નં.૧૯૩૦ નો સંપર્ક કરતા રૂા.૨૫,૦૦૦/- ની ફ્રોડ થયેલ રકમ હોલ્ડ થઇ જતા પુરેપુરી રકમ પરત અપાવતી વેરાવળ સીટી પોલીસ ::* - At This Time

સાયબર ફ્રોડના ભોગબનનાર વ્યકિતએ ત્વરિત સાયબર હેલ્પલાઇન નં.૧૯૩૦ નો સંપર્ક કરતા રૂા.૨૫,૦૦૦/- ની ફ્રોડ થયેલ રકમ હોલ્ડ થઇ જતા પુરેપુરી રકમ પરત અપાવતી વેરાવળ સીટી પોલીસ ::*


*:: સાયબર ફ્રોડના ભોગબનનાર વ્યકિતએ ત્વરિત સાયબર હેલ્પલાઇન નં.૧૯૩૦ નો સંપર્ક કરતા રૂા.૨૫,૦૦૦/- ની ફ્રોડ થયેલ રકમ હોલ્ડ થઇ જતા પુરેપુરી રકમ પરત અપાવતી વેરાવળ સીટી પોલીસ ::*

💫હાલના સમયમાં ભણેલા ગણેલા લોકોને અવનવી સ્કીમો તેમજ લોભામણી લાલચો આપી છેતરી રૂપિયા પડાવવાના સાયબર ફ્રોડના બનાવો મોટા પ્રમાણમાં બની રહેલ હોય જે અનુસંધાને *જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન.જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ વેરાવળ વિભાગ, વેરાવળ* નાઓ તરફથી જીલ્લામાં બનતા સાયબર ફ્રોડના બનાવો અંગે લોકોમાં જાગૃતતા લાવી આવા બનાવો બનતા અટકાવવા તેમજ આવા ફ્રોડના બનાવો આચરનાર ઇસમો વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સપેકરટ શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં બનતા આવા સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ થવા સારૂ પોતાની સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરેલ જે અનુસંધાને
💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં અરજદારશ્રી *શામળદાસભાઇ હરીદાસભાઇ અગ્રાવત રહે.વેરાવળ* વાળાને પોતાના મોબાઇલ નંબર ઉપર ઇલેકટ્રીક સીટી લાઇટબીલ ભરવા માટેનો મેસેજ આવતા પોતાએ તેમાં ફોન કરી ઇલેકટ્રીક સીટી લાઇટબીલ ભરવા બાબતે વાતચીત કરતા પોતાએ ઓનલાઇન બીલ ભરી આપેલ હોવા છતા પણ અપડેટ થયેલ નથી તેવુ ફોન ઉપર જણાવી અરજદાર પાસેથી ફોન ઉપર બેન્કની ડીટેઇલ લઇ અરજદારના ખાતામાંથી *રૂા.૨૫,૦૦૦/-* ઉપાડી લીધેલ જેથી અરજદારશ્રીએ તુરત જ *વેરાવળ સીટી પોલીસ સ્ટેશન સાયબર સેલ ખાતે આવી બનાવ બાબતે હકીકત જણાવતા સાયબર સેલ દ્રારા અરજદારશ્રીને તુરત જ સાયબર હેલ્પલાઇન નં.૧૯૩૦ (ટોલ ફ્રી) ઉપર ઓનલાઇન સાયબર ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવતા* અરજદારશ્રી સાથે થયેલ ફ્રોડની રકમ હોલ્ડ થઇ ગયેલ અને આ બાબતે સાયબર ફરિયાદ રજી. ગયેલ હતી જે અન્વયે
💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ *ઇન્સપેકરટ શ્રી એસ.એમ.ઇશરાણી* એ સદરહું અરજી અન્વયેના સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ કરતી ટીમના સ્ટાફને જરૂરી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી પોતાની સીધી દેખરેખ હેઠળ લાગુ પડતી વેબસાઇટ/કચેરીઓ તરફ ઇ-મેઇલ તથા પત્ર વ્યવહાર કરી/કરાવી તેમજ અરજદારો જે બેન્કમાં ખાતુ ધરાવે છે તે બેન્ક સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરતા જેના પરીણામ રૂપે ઉપરોકત અરજદારને તેઓની *ફ્રોડ થયેલ પુરે પુરી રકમ રૂા.૨૫,૦૦૦/- રિફન્ડ અપાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે. અને અરજદારશ્રીએ વેરાવળ સીટી પોલીસનો આભાર વ્યકત કરેલ છે.*

💫 *કામગીરી કરનાર ટીમ-* પોલીસ ઇન્સપેકરટ શ્રી એસ.એમ.ઇશરાણી નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ ટીમ દ્રારા આ કામગીરી કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon