બોટાદ વિધાનસભા સીટ અંગે પાટીદાર તેમજ અન્ય જ્ઞાતિના આગેવાનોએ મળીને ચૂંટણીલક્ષી મહત્વની બે
બોટાદ વિધાનસભા સીટ અંગે પાટીદાર તેમજ અન્ય જ્ઞાતિના આગેવાનોએ મળીને ચૂંટણીલક્ષી મહત્વની બે
બોટાદ વિધાનસભા 107 બેઠક પર સ્થાનિક ઉમેદવાર કોઈપણ સમાજમાંથી હોય તેને ટિકિટ આપવામાં આવે તેવી બોટાદ જિલ્લાના અલગ-અલગ વિસ્તારના પાટીદાર આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો દ્રારા ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈપણ સમાજના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેને તન, મન અને ધનથી મદદ કરી જીતાડવા માટેના તમામ પ્રયત્નો કરવાની બેઠકમાં ચર્ચા કરાઈ હતી. વિધાનસભા 107 બોટાદની બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાંથી સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવી ચર્ચા સાથે યોજાયેલ મીટીંગમાં પાટીદાર આગેવાનો મનસુખ કોરડીયા, પોપટ અવૈયા, જે. પી. પટેલ, રામજી ગઢિયા, મોહન લાખાણી, કોળી સમાજના આગેવાન છનાભાઈ કેરળિયા, સી. બી. પટેલ, રામજી પટેલ, લાલજી પટેલ, ઘનશ્યામ પટેલ, અમૃત કોરડીયા, ભવાન પટેલ, ધીરુ ગઢવી, રમેશ વાઘાણી તેમજ મનહર માતરિયા હાજર રહ્યા હતા.
Report, Nikunj Chauhan Botad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.