મોડાસા તાલુકા ના ધોળિયા ગામે ભાદરવી બીજે નેજાધારી રામદેવજી ના મંદિરે નેજો અર્પણ કર્યો. - At This Time

મોડાસા તાલુકા ના ધોળિયા ગામે ભાદરવી બીજે નેજાધારી રામદેવજી ના મંદિરે નેજો અર્પણ કર્યો.


**મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ના ધોળીયા ગામ ના ડુંગર પર એક પૌરાણિક મંદિર આવેલું છે. મંદિર નાનું હતુ અને આજુબાજુ જગલ હતુ ત્યારથી ધોળીયા ગામ ના મહારાજ નવલ સિંહ દેતાર સિંહ ઝાલા છેકથી પૂજા, અર્ચના કરતા ત્યાર બાદ વર્ષો વિતતા મોટુ મંદિર બનાવવા માં આવ્યું હતુ. આજુબાજુ ગ્રામ જનો તેમજ આજુબાજુ વિસ્તાર ના ભાવિક ભક્તો આ બાબા રામદેવ માં મંદિર માં અતૂટ શ્રદ્ધા સાથેપોતાના જીવન માં મંગલમય થાય તે માટે બાબા રામદેવ જી ની બધા, મન્નત માનતા આ દિવસ એટલે ભાદરવી બીજના દિવસે પૂર્ણ કરતા હોય છે. અલખધણી નો અનોખો મહિમા હોય ભાદરવા વદ બીજ ના દિવસે ધોળીયા ગામ ના યુવા આગેવાન બકુ સિંહ ઝાલા એ બાબા રામદેવ જી ને નેજો ચડાવી ધન્યતા અનુભવી હતી. અલખ ધણીની આરતી, અર્ચના, તેમજ નેજા ઉત્સવ માં ગ્રામ જનો અને આ વિસ્તાર ના ભાવિક ભક્તો એ દર્શન નો લ્હાવો લીધો હતો.
જવાન સિંહ ઠાકોર ની✍🏽
અરવલ્લી.મો9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.