ધંધુકામાં પોલીસ અને હોમગાર્ડ દ્વારા તિરંગા યાત્રા નું સફળ આયોજન. - At This Time

ધંધુકામાં પોલીસ અને હોમગાર્ડ દ્વારા તિરંગા યાત્રા નું સફળ આયોજન.


ધંધુકામાં પોલીસ અને હોમગાર્ડ દ્વારા તિરંગા યાત્રા નું સફળ આયોજન.
પી આઈ એન ડી ચૌધરી અને હોમગાર્ડ કમાન્ડર ઈશ્વરભાઈ ડાભી ના વડપણ હેઠળ તિરંગા રેલી યોજી નાગરિકો ને રાષ્ટ્ર ભાવના માટે જાગૃત કરાયા.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે 75 માં આઝાદીકા અમૃત મહોત્સવ પ્રસંગે ધંધુકા પોલીસ અને હોમગાર્ડ દ્વારા તિરંગા રેલીનું વિશાળ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
75 માં આઝાદીકા અમૃત મહોત્સવ પ્રસંગે યોજાયેલ તિરંગા રેલીમાં પોલીસ અને હોમગાર્ડના જવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા ધંધુકા પીઆઇ એન ડી ચૌધરી અને હોમગાર્ડ કમાન્ડર ઈશ્વરભાઈ ડાભીના વડપણ હેઠળ તિરંગા રેલીમાં તમામ જવાનો તિરંગા સાથે જોડાયા હતા પોલીસ અને હોમગાર્ડ આયોજિત રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવા તિરંગા રેલીનુ પોલીસ અને હોમગાર્ડ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં નાગરિકોપણ જોડાયા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon