બોટાદ જિલ્લાના ખેડુતોને વર્ષ ૨૦૨૨-૨૩માં નવા ફળપાક વાવેતર માટે આઇ-ખેડુત પોર્ટલ દ્વારા બાગાયતી યોજનાઓનો લાભ લેવા અનુરોધ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k0dwahq6avoqs7t0/" left="-10"]

બોટાદ જિલ્લાના ખેડુતોને વર્ષ ૨૦૨૨-૨૩માં નવા ફળપાક વાવેતર માટે આઇ-ખેડુત પોર્ટલ દ્વારા બાગાયતી યોજનાઓનો લાભ લેવા અનુરોધ


યોજનાઓનો લાભ લેવા માગતા ખેડુતોએ તા.૧૫ ઓક્ટોબર સુધીમાં આઇ-ખેડુત પોર્ટલ, ઇ-ધરા કેન્દ્ર, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે

અરજીની પ્રિન્ટ સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજુ કરવાની રહેશે

બોટાદ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા અમલમાં આવતી વિવિધ યોજનાઓમાં નવા ફળપાક વાવેતર માટે ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સ, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, અતિ ઘનિષ્ટ ખેતીથી વાવેતર કરેલા ફળપાકો, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો જેવી બાગાયતી યોજનાઓમાં સામાન્ય તેમજ અનુ. જાતિના ખેડુતોને સરકારશ્રી તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી આ યોજનાઓનો લાભ લેવા માગતા ખેડુતોએ તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ સુધીમાં આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in)માં મોબાઇલ, ઇ-ધરા કેન્દ્ર, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે સમય મર્યાદામાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ ખાતે રજુ કરવાની રહેશે. સામાન્ય રીતે, ખેડુતભાઇઓ અરજી કર્યા બાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજુર કે સહાય મેળવવામાં વિલંબ થાય છે જેની નોંધ લેવા તેમજ વધુ મહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન,ખસ રોડ, બોટાદ, ફોન નં – (૦૨૮૪૯) ૨૭૧૩૨૧ પર સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]