સુરતની લાઈફ લાઈફ સંસ્થાની સગાઈ,લગ્નની નવી પદ્ધતિને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં મળ્યું સ્થાન. - At This Time

સુરતની લાઈફ લાઈફ સંસ્થાની સગાઈ,લગ્નની નવી પદ્ધતિને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં મળ્યું સ્થાન.


લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરી દત્તક યોજના સગાઈ અને લગ્નની નવી સિસ્ટમ ચાલી રહી છે જે વિશ્વની પહેલી પદ્ધતિ છે ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ - લંડન માં સ્થાન મળ્યું જેના ભાગરૂપે તા. ૧૮ જૂન ૨૦૨૨ શનિવાર રાત્રે ૯-૩૦ કલાકે , હરભોલે પાર્ટી પ્લોટ,મોટા વરાછા,સુરત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન ના ગુજરાતના ઉપ પ્રમુખશ્રી દિવ્યાંગ ગાંધી તેમજ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી સી કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા,

સંસ્થાના પ્રમુખશ્રી ઘનશ્યામ ઇટાલીયા તેમજ નીતા નારીયા જણાવ્યું હતું કે સમાજમાં છૂટાછેડા થવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સગાઈ અને લગ્ન કરવા માટે બાહ્ય ફેરફાર ઘણા થયા છે ત્યારે સમયની સાથે આંતરિક ફેરફાર ખૂબ જરૂરી હતા ત્યારે લાઈફ લાઈફ ચેરીટેબલ ટ્રસ્ટ દિકરી દત્તક યોજના અંતર્ગત સગાઈ અને લગ્નની નવી પદ્ધતિ લઈને છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરી રહ્યું છે,

દીકરા-દીકરીનો ઓન પેપર ચેકીંગ કરવામાં આવે છે ત્યાર બાદ બન્નેના સ્વભાવ મેળવવા માટે ૩૦૦ થી વધારે સવાલનો એક ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે સગાઇ અને લગ્નમાં જોડતા પહેલા ૨૨ પ્રકારના મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે જે આખા વિશ્વ માં કોઈ જગ્યા પર કરવામાં આવ્યું નથી ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ - લંડનમાં સ્થાન મળ્યું છે,

આ ત્રણ આધાર સ્થભ થકી સમાજમાં થતા છૂટાછેડા થતા ઓછું કરવામાં મદદરૂપ થઈ શકે છે જેમાં લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ સફળ થઈ છે સંસ્થા એક દીકરી ની સગાઈ અને લગ્ન માટે ૫ લાખ સુધીનો ખર્ચ ઉઠાવે છે સાથે ૧૫ વર્ષ સુધીની જવાબદારી પણ ઉઠાવે છે સંસ્થા ૫૦૦૦ દિકરીઓ ને કન્યા દાન કરવાનો શુભ સંકલ્પ છે.

સંપર્ક :-

સગાઈ અને લગ્ન આયોજક કમિટી
લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ,
મો. નં - 9825658483,
પ્રમુખ શ્રી - ઘનશ્યામભાઈ ઈટાલિયા, ઉ,પ્રમુખશ્રી નીતા નારિયા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon