તાજપુર કેમ્પથી આંત્રોલી નાના ચેખલા,પુંસરી ને જોડતા માગૅની સાઇડો પુરવા માંગ.
તલોદ તાલુકાના તાજપુર કેમ્પ થી આંત્રોલી નાના ચેખલા, પુંસરી ને જોડતા માગૅની સાઇડો પુરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આ માર્ગ પર ટ્રાફિક પણ વધું પ્રમાણમાં જોવા મળે છે જેથી અક્સ્માતની સંભાવના પણ વધવા પામી છે.તેમજ આ માગૅને પહોળો કરવામાં આવેતો આજુબાજુના 20 થી વધારે ગામોને સીધા તાલુકા મથક જવા માટે સમય અને અંતરમાં લાભ થાય તેમ છે.વધુમાં આ માગૅથી અરવલ્લી તેમજ રાજસ્થાનની આવતા વાહનોને સીધા અમદાવાદ ગાંધીનગર જવા માટે સમય અને કી.મી માં લાભ મળી રહે છે. આજુ બાજુ ના ગામડાની માંગણી છે કે આ રસ્તો પહોળો કરી આપવામાં આવે. જૉ આ રસ્તો પહોળો કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું પ્રજાજનો કહી રહ્યા છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
