આજે સિહોરમાં બિન વારસી પશુઓ માટે ભગવાન મહાવીર કરુણા રથ પશુ એમ્બ્યુલન્સ નુ લોકાર્પણ - At This Time

આજે સિહોરમાં બિન વારસી પશુઓ માટે ભગવાન મહાવીર કરુણા રથ પશુ એમ્બ્યુલન્સ નુ લોકાર્પણ


સિહોરમાં સેવાકીય પ્રવૃતિ કરતી નામાંકીત યુવા સંસ્થા યુવા યુગ પરિવર્તન (YYP)ને બિનવારસી પશુઓની સારવાર માટે રેસ્ક્યુ કરી ઓપરેશન માટે સુવિધા વાળી ગૌ શાળાઓમાં મોકલવા માટે વાહનની તાતી જરૂરિયાતને ધ્યાને લઈ મૂળ સિહોરના વતની હાલ હૈદરાબાદ સ્થિત આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈ નાગરદાસ શાહના આર્થિક સહયોગથી "ભગવાન મહાવીર કરુણા રથ" નામની પશુ એમ્બ્યુલન્સ સંસ્થાને પ્રાપ્ત થયેલ છે...
આ લોકાર્પણ કાર્યક્રમ સિહોર જૈન ઉપાશ્રય ખાતે પ. પૂ.ગુરુદેવ શ્રી ચંદ્રકિર્તી વિજયજી મહારાજની નિશ્રામાં વિવિધ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ,નગર શ્રેષ્ઠિઓ,સિહોર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબની વિશેષ ઉપસ્થિતિ,દાતા પ્રતિનિધિ શ્રી જયંતભાઈ શાહ,અશ્વિનભાઇ ગોરડિયા,ધનવંતભાઈ શાહ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ...
પ. પૂ.શ્રી ચંદ્રકિર્તિવિજયજી મહારાજની પ્રેરણાથી સંસ્થાને 11000₹ નું અનુદાન નિભાવ ખર્ચ માટે અર્પણ કરવામાં આવેલ..
કાર્યક્રમનું સંચાલન વાય.વાય.પી.ના મલય રામાનુજે કરેલ તેમજ આભારવિધિ રવિભાઈ બારૈયાએ કરેલ જેમાં દાતા પરિવાર તેમજ દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો... રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.