બાલાસિનોર રૈયોલી ગામે ફરી અનાજ માફીયો સક્રિય થતા ભ્રષ્ટાચાર ની શંકા
મહીસાગર જીલ્લો ભ્રષ્ટાચાર માં નંબર વન
થોડા દિવસ પહેલા જ જિલ્લા શિક્ષણ અધિકારી લોન્ચ લેતો રંગે હાથે ઝડપાઈ ગયા હતા
બાલાસિનોર થી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલું રૈયોલી ગામ
જિલ્લા પુરવઠા અધિકારીએ 90 દિવસનો પરવાનો રદ કર્યો હતો અચાનક ૩૦ દિવસનો થઈ ગયો અને પરવાનો પુન ચાલુ કરવામાં આવ્યો
આમાં અનેક તર્ક વિત્રક
પરવાનો પુનઃ ચાલુ થતા અનાજ માફિયા પુન સક્રિય થયો
ગુજરાતની સરકાર છેવાડાના માનવી ની ચિંતા કરે છે તેવી વાતો પોકડ સાબિત થઈ રહી છે
આમાં દુકાનના સંચાલક અને અધિકારીઓની મિલીભગત સામે આવી છે
ગરીબ હંમેશા ગરીબ જ રહેશે
ગત તારીખ :4 :1 :2023 ના રોજ ગામ પંચાયત ખાતે ગ્રામ સભા મળી હતી અને ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઇ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કે જેવો S.C સમાજના હોય અને અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણમાં સંચાલક દ્વારા આપવામાં આવતો નથી તેવી રજૂઆત કરેલ હતી તેના અનુસંધાને મહિલા સરપંચે સંચાલકને ગ્રામસભામાં બોલાવીને રજૂઆત કરેલ હતી સંચાલક દ્વારા સરપંચ સાથે અમાનવીય વર્તન કર્યું હતું અને તું તું મેં મેં સુધી આવી ગયા હતા અને ગ્રામસભામાં સરપંચનું અપમાન કર્યું હતું જેના અનુસંધાને મામલતદાર સ્થળ તપાસ કરીને બધાના જવાબ લીધા હતા સંચાલક કસુંવાર ઠેરવતા જિલ્લા પુરવઠા અધિકારીએ 90 દિવસ માટે પરવાનો રદ કર્યો હતો અને અચાનક જ 30 દિવસ માટે પરવાનો રદ થયો આની પાછળનું કારણ શું એ તો હવે જિલ્લા પુરવઠા અધિકારી જ બતાવી શકે અને વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે સંચાલક અને અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર કરીને 30 દિવસનો પરવાનો રદ કરીને પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.