વડાલી ના ગ્રાહકે ઓનલાઇન એપ્લિકેશન flipkart નામની કંપની માંથી એર બાથટબ મંગાવેલ જે પાર્સલમાંથી લાકડાના અને રબર ના ટુકડા નીકળ્યા - At This Time

વડાલી ના ગ્રાહકે ઓનલાઇન એપ્લિકેશન flipkart નામની કંપની માંથી એર બાથટબ મંગાવેલ જે પાર્સલમાંથી લાકડાના અને રબર ના ટુકડા નીકળ્યા


વડાલીના ગ્રાહકે ઓનલાઇન એપ્લિકેશન ફ્લિપકાર્ટ માંથી એર બાથટબ મંગાવેલ પાર્સલમાંથી લાકડાના અને રબરના ટુકડા નીકળ્યા

હવે ઓનલાઈન વસ્તુ મંગાવતા વ્યક્તિઓને સાવધાન થઈ જવા જેવી ઘટના સામે આવી છે.વડાલી શહેરના એક ગ્રાહકે ફ્લિપકાર્ટ નામની એપમાંથી એર બાથટબ મંગાવ્યું હતું.જેના બદલે પાર્સલમાંથી લાકડા અને રબરના ટુકડા નીકળતા ગ્રાહક સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર વડાલી શહેરમાં રહેતા એક ગ્રાહકે પોતાના મોબાઈલથી ફ્લિપકાર્ટ નામની ઓનલાઇન એપ્લિકેશનમાંથી ૨૭ જાન્યુઆરીના રોજ એર બાથટબ નામની રૂ.૫,૪૯૯/- ની વસ્તુ મંગાવી હતી. જે પાર્સલ ૧ ફેબ્રુઆરીના રોજ ગ્રાહક ને ફોન કરી જણાવતા કે તમારું પાર્સલ આવી ગયું છે. ત્યારે ગ્રાહક વડાલી નગરપાલિકા પાસે પાર્સલ લેવા ગયો હતો અને ફોન પે થી રૂ.૫,૪૯૯/- નું ઓનલાઇન પેમેન્ટ કરી પાર્સલ લઇ ઘરે પરત ફર્યો હતો. ત્યારબાદ ગ્રાહકે ઘરે જઈ પાર્સલ ખોલતા મંગાવેલ એર બાથટબ ના બદલે લાકડા અને રબરના ટુકડા નીકળ્યા હતા. ત્યારબાદ ગ્રાહકે બિલમાં રહેલ મોબાઈલ નંબર ઉપર ફોન કરી વાતચીત કરી હતી ત્યારે જેઓએ જણાવ્યું હતું કે હું અન્ય એક નંબર આપું એના ઉપર વાત કરશો. તો ગ્રાહકે એ નંબર પર કોલ કરતા સમગ્ર વિગત જણાવી હતી. ત્યારે ગ્રાહકને એ નંબર પર થી જણાવવામાં આવ્યું હતું કે તમારું બીજું પાર્સલ મોકલી આપીશ પરંતુ મોડી સાંજ સુધી કોઈ પાર્સલ ન આવતા ગ્રાહકે ફરી એ નંબર પર કોલ કર્યો હતો અને સમગ્ર વિગત જણાવી હતી.ત્યારે તેઓએ ફરી જણાવ્યું હતું કે આજ સાંજ સુધીમાં પાર્સલ મળી જશે.આમ ગ્રાહકે વારંવાર ફોન કરવા છતાં મંગાવેલ પાર્સલ ન મળતા અને લાકડાના અને રબરના ટુકડા મોકલી છેતરપિંડી કરી હોવાનું ગ્રાહકને જાણવા મળતા આ સમગ્ર બનાવ અંગે ગ્રાહકે વડાલી પોલીસ ને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.

બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image