મેંદરડા સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સતર મો સમૂહ લગ્ન ભવ્યાતિભવ્ય ઉજવાયો - At This Time

મેંદરડા સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સતર મો સમૂહ લગ્ન ભવ્યાતિભવ્ય ઉજવાયો


મેંદરડા ખાતે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સતર મો સમૂહ લગ્ન ભવ્યાતિભવ્ય ઉજવાયો

મેંદરડા ખાતે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ૧૭ મો સમૂહ પરિણય ઉત્સવ સમારોહ ભવ્યાતિભવ્ય યોજાયેલ હતો જેમાં સૌ પ્રથમ લગ્ન મંડપમાં ગોર મહારાજ દ્વારા મંડપ મુહૂર્ત, જાન આગમન,હસ્ત મેળાપ અને જાન વિદાય સહિતના વિવિધ કાર્યક્રમો શુભ ચોઘડિયે ગોર મહારાજની ઉપસ્થિતિમાં વિધિ વિધાન સાથે યોજવામાં આવ્યા હતા

લગ્ન વિધિ દરમ્યાન આમંત્રિત સંતો મહંતો દ્વારા બાર જેટલા નવયુગલ દંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારબાદ કાઠી ક્ષત્રિય સમાજ મેંદરડા ટીમ દ્વારા ઉપસ્થિત સંતો મહંતો રાજકીય,બિન રાજકીય સમાજ શ્રેષ્ઠીઓ, અન્ય સમાજના શ્રેષ્ઠીઓ દાતાશ્રીઓ વગેરે નું સન્માન કરવામાં આવ્યું હતું

ત્યારબાદ મંચ પર ઉપસ્થિત સંતો મહંતો મહેમાનો રાજકીય બિન, રાજકીય,દાતાશ્રીઓ,સમાજ શ્રેષ્ટીઓ વગેરે દ્વારા પ્રાસંગિક પ્રવચન અને ઉદબોધન આપવામાં આવેલ હતું આ સમૂહ લગ્નમાં સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો બાળકો સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ મેંદરડા ની ટીમ દ્વારા ૧૭ મો સમૂહ લગ્ન ભવ્યાતિભવ્ય યોજાયેલ અને સંપન્ન થયેલ હતો

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image