પોરબંદર જીલ્લામાં ૧૦ અને ૨૦ રૂપિયાની ચલણી નોટોની ભારે અછત
*પોરબંદર જીલ્લામાં ૧૦ અને ૨૦ રૂપિયાની ચલણી નોટોની ભારે અછત*
*અડવાણા,બગવદર,રાણાવાવ,કુતિયાણા સહિતના ગામોમાં લોકોને ભારે હાલાકી:૧૦ રૂપિયાના સિક્કા પણ ચલણમાંથી થઇ ગયા છે ગાયબ: હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રીઝર્વ બેંકને થઇ રજુઆત*
પોરબંદર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ૧૦ અને ૨૦ રૂપિયાની ચલણી નોટોની ભારે અછત સર્જાઈ છે તે અંગે રીઝર્વ બેંક સહિત સરકારને સામાજિક સંસ્થા દ્વારા રજુઆત કરવામાં આવી છે.
પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે પોરબંદરના કુતિયાણા, રાણાવાવ, અડવાણા, બગવદર સહિતના ગામોમાં ૧૦ રૂપિયાની નોટોની ઘટ ચાલી રહી છે,ત્યારે વેપારીઓ તેમજ ગ્રાહકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમુક સમયે ૧૦ ની નોટોના છુટા માટે પણ વેપારી અને ગ્રાહકો વચ્ચે તકરાર સર્જાઈ રહી છે.વેપારીઓ અને ગ્રાહકોને છુટા મેળવવા માટે તકલીફો પડી રહી છે, તેમજ દસ રૂપિયાની ચલણી સિક્કો પણ કોઈ ગ્રાહકો કે કોઈ વેપારી લેવા સહમત થતા નથી.ત્યારે સરકાર દ્વારા ચોક્કસ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બજારમાં રૂ.૧૦ ની જુની ચલણી નોટો અને ફાટેલી તુટેલી નોટોનું સર્ક્યુલેશન વધ્યું છે.પરંતુ વધુ પ્રમાણમાં ફાટેલી નોટો લેવાનો પણ લોકો ઇન્કાર કરી રહ્યા છે ત્યારે સરકાર પાસે અને વેપારીઓ એક જ માંગણી કરી રહ્યા છે કે,૧૦ રૂપિયાની ચલણી સિક્કાની લેવડ-દેવડ માટે બધા સહમત થાય તે માટે કોઈ પગલાં લેવામાં આવે તેમજ દસ રૂપિયાની નવી નોટો છાપવામાં આવે અથવા આ બાબતમાં ચોક્કસથી કોઈ નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ચા બનાવતા વેપારીઓ, શાકભાજી વેચતા વેપારીઓ તેમજ નાના-નાના વેપારીઓને ૧૦ ની અને ૨૦ ની ચલણી નોટોનો વ્યવહાર વધારે થતા હોય છે એ લોકો છેલ્લા થોડાક સમયથી દસ રૂપિયાની ચલણી નોટોની ઘટ્ટ અનુભવી રહ્યા છે.જેના કારણે આર્થિક વ્યવહારોમાં પણ ફટકો પડી રહ્યો છે ઓનલાઇન ટ્રાન્જેક્શનમાં પણ નાના નાના અનેક ટ્રાન્જેક્શન થઈ રહ્યા છે પરંતુ ૧૦ ની ચટણી નોટો જાણે કે પાંચ રૂપિયાની નોટોની જેમ બજારમાંથી ગાયબ થઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે વેપારીઓ દ્વારા પણ અન્ય વેપારીઓ તેમજ ગ્રાહકો પાસે ૧૦ ના ચલણીની સિક્કા સ્વીકારવા માટે અપીલ કરવામાં આવી છે.
દસના સિક્કા નહી ચાલતા હોવાથી મુશ્કેલી
શાકભાજીના વેપારી એવું જણાવ્યું હતું કે, શાકભાજી લેવા આવતા લોકો ખાસ કરીને મોટી નોટો આપી રહ્યા છે,ત્યારે છુટા રૂપિયા પર જ દેવામાં તકલીફ પડી રહી છે દસ રૂપિયાની નોટો તો દેખાતી જ બંધ થઈ ગઈ છે સરકારે પણ દસ રૂપિયાની ચલણી નોટો છાપવાનું બંધ કરી નાખ્યું છે કે, શું અને જુની નોટો પણ ખુબ જ ખરાબ પ્રમાણમાં આવી રહી છે.જે વેપારી કે ગ્રાહકો કોઈ લેવા માટે તૈયાર થતા નથી સાથે જ ચલણી સિક્કાઓ પણ કોઈ સ્વીકારી રહ્યા નથી. જેમ તેમ કરીને છુટા કરીને વ્યવહાર સાચવવામાં આવી રહ્યો છે પરંતુ ખુબ મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે અને મોટી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે.તેમ રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.