જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન. નવું બિલ્ડીંગ નું ખાતમુહર્ત કરવામાં આવ્યું
જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન.
નવું બિલ્ડીંગ નું ખાતમુહર્ત કરવામાં આવ્યું
જાફરાબાદ ખાતે આવેલ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં આવકાર અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં શિક્ષણવિદો શહેરીજનો આગેવાનો જોડાયા હતા આ તકે નવા બિલ્ડીંગ બની રહ્યું છે તે શિક્ષણધામ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
જાફરાબાદ ખાતે આવેલ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ શતાબ્દી સમિતિ દ્વારા "આવકાર અભિવાદન" સમારોહમાં હાજરી આપી સૌ ટ્રસ્ટી મંડળ આગેવાનોનો ભોજન પ્રસાદ કાર્યક્રમ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના નિવાસસ્થાન કર્યો હતો. જેમાં જાફરાબાદ વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર આ સંસ્થાને ૧૦૦ વર્ષ થતા અભિનંદન પાઠવ્યા હતા અને આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે જ્યાં જરૂર જણાય ત્યાં જરૂરી મદદ માટે કટિબદ્ધતા દર્શાવી હતી.
વિવિધ શૈક્ષણિક બાબત ચર્ચાઓ કરી હતી.
આ તકે સમાજ શ્રેષ્ઠીઓ ટ્રસ્ટીઓ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
યોગેશ કાનાબાર
રાજુલા
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.