ઉપલેટામાં ભરપૂર ભ્રષ્ટાચાર સાથે બનેલા ગોંડલ સ્ટેટના હેરિટેજ ટાવર બિલ્ડિંગમાં અચાનક ભ્રષ્ટાચારના ડંકા વાગવાના શરૂ થયા - At This Time

ઉપલેટામાં ભરપૂર ભ્રષ્ટાચાર સાથે બનેલા ગોંડલ સ્ટેટના હેરિટેજ ટાવર બિલ્ડિંગમાં અચાનક ભ્રષ્ટાચારના ડંકા વાગવાના શરૂ થયા


નગરપાલિકામાં બોડી આવ્યા બાદ ભ્રષ્ટાચાર ખુલે તે પહેલા તંત્રએ રંગ રોગાન શરૂ કર્યું

વિન્ટેજ કલર વાપરવાને બદલે આધુનિક કલરનો ઉપયોગ કરવાથી અમૂલ્ય વારસો ખંઢેર તરફ

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૫, ઉપલેટાને મળેલા ગોંડલ સ્ટેટના યશસ્વી મહારાજા સર ભગવતસિંહજી બાપુએ આપેલ અમૂલ્ય અને કીમતી હેરિટેજ તાલુકાના ટાવર બિલ્ડીંગના રીનોવેશન કરવા માટે ઉપલેટા નગરપાલિકાએ કરોડો રૂપિયાની રકમ મંજૂર કરાવી રીનોવેશનનું કામ શરૂ કર્યું છે જેમાં આ કામ છેલ્લા બે વર્ષથી થઈ રહ્યું છે પરંતુ આ કામ પૂર્ણ થવાનું જ ન હોય તેમ અહીંયા વારંવાર ખામીઓ, ક્ષતિઓ, ભ્રષ્ટાચાર અને અંધાધુન ચાલતી કામની રજૂઆતો ફરિયાદો અને વિવિધ બાબતો નગરજનો સમક્ષ સામે આવી રહી છે ત્યારે આ અમૂલ્ય વારસાની ચાલી રહેલી રીનોવેશનની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે ઉપલેટાના જાગૃત નાગરિક અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ દ્વારા રાજકોટ જિલ્લાના કલેકટર, ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે જેમાં આ ફરિયાદ થયા બાદ ઉચ્ચ કક્ષાએથી તપાસ આવે અને ભ્રષ્ટાચાર તેમજ ગોલમાલ ખૂલે તે પહેલા તંત્રએ વધુ ભ્રષ્ટાચાર કરવા માટે વધુ રકમની માંગણી કરી છે જે માંગણી પણ મંજૂર થઈ છે અને આ મામલાની અંદર તપાસ આવે ત્યારે સબ સલામત અને સ્વચ્છ હોય તે દેખાડવા માટે થીંગડા, કલરકામ, રિફિટિંગ સહિતના કામ શરૂ કર્યું છે.

ઉપલેટામાં હાલ આ હેરિટેજ પ્રોપર્ટીમાં વિન્ટેજ કલર નહીં વપરાતો હોવાના પણ પુરાવાઓ જાગૃત નાગરિક પાસે સામે આવ્યા છે જેમાં આ બાબતે હવે ખંઢેર થઈ રહેલી અમૂલ્ય પ્રોપર્ટીમાં કરોડો રૂપિયાના થયેલ ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે જેમાં ઉપલેટાના જાગૃત નાગરિકે કરેલી ફરિયાદ બાદ તંત્રએ આ મામલાની નોંધ લઈને તપાસના ઓર્ડર કર્યા છે અને આ અંગેની જાણ ઉપલેટાના જાગૃત નાગરિક અને ફરિયાદીને પણ કરી છે જેમાં ઉચ્ચ કક્ષાએથી તપાસ અને ભ્રષ્ટાચારની બાબતોમાં પોલ ખૂલે તે પહેલા આધુનિક કલરનો ઉપયોગ કરી ચમકારા મારે તેવા કલરનો ઉપયોગ કરી રંગ રોગાન શરૂ કરી દીધું છે.

ઉપલેટામાં આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન થશે અને મતદાન થયા બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરોડોના થયેલ આ ભ્રષ્ટાચાર ખોલે અને કરોડો રૂપિયાની મિલીભગત અને ભ્રષ્ટાચારનો મામલો ખુલે તે પહેલા બંધ થઈ ગયેલી ઘડિયાળ, ડંકા અને ખરાબ તેમજ ખંઢેર હાલતમાં બની ચૂકેલ ચીજ વસ્તુઓને ફરી નવા સ્વરૂપમાં દેખાડવાના હેતુથી આ કામ શરૂ કરવામાં આવ્યું છે. અહીંયાના આ ટાવર બિલ્ડિંગમાં વોર્ડ નંબર-૦૨ વિસ્તારના મતદારોનું મતદાન દર વખતે ચૂંટણીઓમાં થાય છે ત્યારે મતદારો આવી અને આ ભ્રષ્ટાચારને નરી આંખે જોવે તે પહેલા વિન્ટેજ પ્રોપર્ટી ઉપર આધુનિક કલર કામ શરૂ કર્યું છે અને તેમાં પણ આ કલર કામ એક બાજુથી બીજી બાજુ પહોંચે તે પહેલા વિન્ટેજ પ્રોપર્ટીમાં મારવામાં આવેલ આધુનિક કલરના પોપડા ઉખડી રહ્યા છે. આ સત્યે હાલ બંધ ત્યારે યંત્રોમાં ભ્રષ્ટાચારની થયેલી ફરિયાદો બાદ ભ્રષ્ટાચારના ડંકા વાગવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે જેમાં છેલ્લા બે દિવસથી અચાનક તમામ બંધ થયેલી અને ખરાબ, ખંડેર હાલતમાં થઈ ચુકેલી ચીજ-વસ્તુઓ રીપેરીંગ કરવાની અને મરામત કરવાની કામગીરી શરૂ છે ત્યારે ચૂંટણીની આચાર સંહિતાઓ પૂર્ણ થયા બાદ ભ્રષ્ટાચારની ચોક્કસપણે પોલ છાતી થઈ જશે અને જવાબદારો કાયદાના સકંજામાં ફસાઈ જશે તે પણ વાસ્તવિક વસ્તુ છે.

આ મામલે ભ્રષ્ટાચારના વધુ પુરાવાઓ અને અન્ય તમામ બાબતો ચૂંટણી પત્યા બાદ જાહેર થશે તેવી પણ ચર્ચા ઉપલેટા શહેરમાં શરૂ થઈ છે જો કે ચૂંટણીને લઈને ભ્રષ્ટાચારીઓ દ્વારા જાગૃત નાગરિકને દબાવવા, ડરાવવા તેમજ ભ્રષ્ટાચારને છુપાવવા તેમજ હાલ શાંત રહેવા માટે યેનકેન પ્રકારે દબાણ અને પ્રયત્ન કરી રહ્યા હોવાની પણ માહિતી મીડિયા સમક્ષ માહિતીઓ સુત્રો પાસેથી સામે આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી ચૂંટણીમાં અત્યાર સુધીમાં થયેલ ભ્રષ્ટાચારની અસરથી કેવું મતદાન થશે તે તો આવતા દિવસોની અંદર જ ખ્યાલ આવશે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
Mo. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image