સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના ઉપક્રમે ગુજરાત આવેલ ભારતમાં યુગાન્ડાના એમ્બેસેડર અને ડેપ્યુટી હેડ ઓફ મિશન એમ્બ માર્ગારેટ એલ ક્યોગિર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સૌજન્ય મુલાકાત લેવામાં આવેલ જેમાં પ્રમુખશ્રી પરાગભાઇ તેજૂરા વિશેષ ઉપસ્થિત રહેલ.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના ઉપક્રમે ગુજરાત આવેલ ભારતમાં યુગાન્ડાના એમ્બેસેડર અને ડેપ્યુટી હેડ ઓફ મિશન એમ્બ માર્ગારેટ એલ ક્યોગિર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સૌજન્ય મુલાકાત લેવામાં આવેલ જેમાં પ્રમુખશ્રી પરાગભાઇ તેજૂરા વિશેષ ઉપસ્થિત રહેલ.
ગુજરાત સાથે મેન્યુફેક્ચરીંગ-એગ્રીકલ્ચર-હેલ્થકેર-કન્સ્ટ્રક્શન-સ્કીલ ડેવલપમેન્ટ તથા વોકેશનલ અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરના ક્ષેત્રોમાં સહભાગીતાની ઈચ્છા દર્શાવી
યુગાન્ડામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફ્રી પ્લોટ-ટેક્ષ હોલી ડે-ટેકનોલોજી ટ્રાન્સફર જેવા વિશેષ પ્રોત્સાહનોની જાણકારી આપી
ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડકલી પોલીસીઝની મુખ્યમંત્રીશ્રીએ વિગતો આપી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું
વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ પછી ગુજરાતનું ઉચ્ચસ્તરીય ડેલીગેશન યુગાન્ડાની મુલાકાતે મોકલવાની નેમ
ગાંધીનગર સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના ઉપક્રમે ગુજરાત પધારેલ યુગાન્ડાના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લેવામાં આવેલ જેમાં યુગાન્ડાના ભારત સ્થિત એમ્બેસેડર અને ડેપ્યુટી હેડ ઓફ મિશન સુશ્રી એમ્બ માર્ગારેટ એલ ક્યોગિર અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ શ્રી પરાગભાઇ તેજૂરા, શ્રી સુભાષભાઈ ગઢવી, શ્રી જીતુભાઇ હાથી, શ્રી મહેશભાઈ નગદીયા સહિતના હોદેદારો ઉપસ્થિત રહેલ.
મિટિંગ ની શરૂઆતમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ શ્રી પરાગભાઇ તેજૂરા દ્વારા પ્રતિનિધિમંડળ અંગે માહિતી આપવામાં આવેલ તથા સંસ્થા દ્વારા છેલ્લા 10 વર્ષ થી ચાલતી આંતરરાષ્ટ્રીય વેપાર અંગે ની પ્રવૃતિઓ અંગે પણ માહિતી આપવામાં આવેલ. મુખ્ય મંત્રીશ્રી દ્વારા આગામી એસ.વી.યુ.એમ. 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા ના બ્રોચર ની પણ વિમોચન વિધિ કરવામાં આવેલ. મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંસ્થાની પ્રવૃતિઓ ની સરાહના કરવામાં આવેલ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત અને યુગાન્ડાના એક સદીથી વધુના ઐતિહાસિક સંબંધોના પરિણામે ડિફેન્સ, ઇકોનોમિક, ટ્રેડ એન્ડ કલ્ચર, એજ્યુકેશન તથા હેલ્થકેર અને ટુરીઝમના સંબંધોનો સેતુ મજબૂત બન્યો છે તેમ બેઠકની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ભારત-યુગાન્ડામાં ખાનગી ક્ષેત્રો વચ્ચેના જોડાણથી યુગાન્ડામાં ભારતીય તથા ગુજરાતીઓના વ્યવસાયો વ્યાપક બન્યા છે.
યુગાન્ડાના રાજદૂતશ્રીએ તેમના રાષ્ટ્રમાં ઉદ્યોગ-વેપારને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફ્રીલેન્ડ, ટેક્ષ હોલી-ડે, ટેકનોલોજી ટ્રાન્સરફરમાં સરળતા જેવા જે વિશેષ પ્રોત્સાહનો અપાય છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત અને ભારતના અનેક ઉદ્યોગ ગૃહોની યુગાન્ડામાં પ્રેઝન્સ છે. એટલું જ નહીં, આફ્રિકન દેશો સાથે ટ્રેડ એન્ડ કોમર્સ માટે યુગાન્ડા મહત્વપૂર્ણ લોકેશન પણ બન્યું છે.
તેમણે ગુજરાત સાથે મેન્યુફેક્ચરીંગ, એગ્રીકલ્ચર, હેલ્થ કેર, કન્સ્ટ્રક્શન, એજ્યુકેશન તથા સ્કીલ ડેવલપમેન્ટ માટે વોકેશનલ અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર જેવા સેક્ટર્સમાં સહભાગીતાની ઈચ્છા દર્શાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમને રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ એપ્રોચ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલીસીઝની જાણકારી આપી હતી અને ભારત-ગુજરાત-યુગાન્ડાના સંબંધોને વધુ વ્યાપક બનાવવા વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪માં જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું.
તેમણે યુગાન્ડા દ્વારા ઉદ્યોગ-વેપારને અપાતા ઇન્સેપન્ટિુવ્ઝ સહિતના ક્ષેત્રોના અભ્યાસ માટે ગુજરાતનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આગામી વાઇબ્રન્ટન સમિટ પછી યુગાન્ડાની મુલાકાતે જાય તેવી નેમ પણ વ્યક્ત કરી હતી.
આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર તેમજ ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રી ગૌરાંગ મકવાણા પણ જોડાયા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.