કચ્છ જિલ્લામાં તલાટી મંત્રી ઓની ઘટ્ટ મુદે ગુજરાત સરકાર ના કાન આબળતી કોંગ્રેસ - At This Time

કચ્છ જિલ્લામાં તલાટી મંત્રી ઓની ઘટ્ટ મુદે ગુજરાત સરકાર ના કાન આબળતી કોંગ્રેસ


કચ્છ જિલ્લામાં તલાટી મંત્રી ઓની ઘટ્ટ મુદે ગુજરાત સરકાર ના કાન આબળતી કોંગ્રેસ

કચ્છ કોંગ્રેસ ના આગેવાનો આવનાર દિવસોમાં હજી સરકારની સુવિધા મુદે ઘેરવા માટે સક્રિય રીતે પ્લાનીગ માં વ્યસ્ત

કચ્છ જિલ્લામાં ગ્રામપંચાયતો માં તલાટી , મંત્રીઓ ની ઘટ નિવારવા તાત્કાલિક પગલાં લેવા .

સવિનય જયભારત સાથે ઉપરોક્ત વિષય સંદર્ભમાં જણાવવા નું કે કચ્છ જિલ્લામાં અને ખાસ તો ભચાઉ તાલુકા માં ગ્રામ પંચાયત નો વહિવટ સુચારુ અને લોક ઉપયોગી બનાવવા માટે તલાટી - મંત્રી પંચાયત ના હ્રદય સમાન હોય છે . અમારા ભચાઉ તાલુકાના સિતેરથી વધારે ગ્રામ પંચાયતોમાં કયાંય સ્વતંત્ર કારભાર ધરાવતા તલાટી મંત્રી નથી . એક એક તલાટી ઓ પાસે બે ત્રણ કે ચાર ચાર ગામોના ચાર્જ સોપાયેલા છે.જેના કારણે એક પણ ગામના લોકો ના પંચાયત ને લગતા , દાખલા , આવક જાતિ , વહિવટી , ખેતી ને લગતા કામ સમયસર થતા નથી . લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે.લોકો ના કામ સરળતાથી થતા નથી . લોકોને નાના નાના કામ માટે કેટલાય ધરમધકા ખાવા પડે છે.તલાટી - મંત્રી ઓ કયા સેજા ઉપર હાજર હોય એનો કોઈ સમયપત્રક જાહેર કરેલ નથી . હાલમાં કાર્યરત તલાટી મંત્રી ઓ પણ અપાર માનસિક તાણ કામના ભારણ સાથે એકથી વધુ ગામોના ચાર્જમાં કામ કરી રહ્યા છે અને વળી ઉપરથી ગામડાઓમાં અને આખાય કચ્છ જિલ્લામાં ગૌમાતાઓ ઉપર ભયંકર જીવલેણ લમ્પી રોગને કારણે જે મોત થયા છે તેના ગામડાઓના પશુ પાલકોને સરકારી વળતર , લોન સહાય અપાવવા જે પ્રક્રિયા થવી જોઈએ જે ગ્રામ પંચાયત લેવલેથી થશે.પરંતુ કમનશીબે જયાં પૂરતો સ્ટાફ ન હોય ત્યાં લોકોને સહાય કોણ અપાવશે ?

સરકારી કર્મચારીઓ ની હાલત આ સરકાર ના રાજમાં અત્યંત દયનિય અને કફોડી બનેલી છે.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.