સુરત આહીર શૈક્ષણિક ભવન દ્વારા સામાજિક અને શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજાયો - At This Time

સુરત આહીર શૈક્ષણિક ભવન દ્વારા સામાજિક અને શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજાયો


સુરત ખાતે આહીર શૈક્ષણિક ભવન સુરત દ્વારા સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ અંગે સેમીનારનું આયોજન કરાયુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની વાસ્તવિક સમસ્યાઓ અને શિક્ષણનું કેન્દ્રી કરણ કરી સમાજને એક વિચાર ધારા સાથે ચોકકસ દિશા આપવી તેવો રહ્યો હતો આ સામાજિક ઉત્થાનના કાર્યક્રમમાં 5000 થી વધુની સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહયા હતા સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો સુરત આહીર સમાજની 25 જેટલી સંસ્થાના મુખ્ય હોદેદારો સંસ્થામાં દાતાશ્રીઓ અને સહયોગી સમાજ પ્રેમી લોકોએ ઉત્સાહ ભેર સમગ્ર કાર્યક્રમમાં પૂર્ણ સમયની હાજરી આપી હતી અને અનેક દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી સામાજીક જાગૃતિના આ ભગીરથ કાર્યમાં સમાજના લોકોમાં શિસ્ત સંસ્કાર અને સંગઠન ભાવના ના દર્શન સૌને થયા હતા આ તકે મથુરભાઈ બલદાણીયા એ વક્તા તરીકે સમાજમાં ઉદભવતી નાના મોટી સમસ્યાઓ અને તેના સમાધાન માટે આબેહૂબ વાતો રજૂ કરી હતી સાથે સમાજના દરેક વ્યક્તિની સમાજ માટે ફરજો અને સમાજની સંસ્થાઓ જ સામાન્ય લોકો માટે સમાજ છે અને સમાજની સંસ્થાઓને એકબીજાની ચેનલ બનીને સમાજના લોકોને વિવિધ ક્ષેત્રમાં અને વિવિધ સમસ્યાના સમાધાન માટે છેવાડાના માનવીની હુંફ બનવું જોઈએ તેવી જાગૃતતા વધુ કેળવવા આહવાન કર્યું હતું સાથે મુખ્ય વકતા અશોક ગુજ્જર દ્વારા સમાજની શૈક્ષણિક પરિસ્થિતિ અને સમાજને શૈક્ષણિક રીતે વધુ મજબૂત કરવા માટે ખૂબ આગળ વધવા અવનવી વાતો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું અને સમાજની સંસ્થાઓને મજબૂત કરવા કમાયેલી મૂડીમાંથી અમુક અંશે દાન આપવાની લાગણી સમાજના હર એક વ્યક્તિએ આપવી જોઈએ સમાજની શૈક્ષણિક સંસ્થાઓ સમાજ માટે દીવાદાંડી છે તેવી અદભુત વાતો કરી હતી સુરતની ધરતી પર યોજાયેલ આ સામાજિક અને શૈક્ષણિક જાગૃતિના કાર્યક્રમની ઝાંખી જોઈને સમગ્ર સમાજના હૃદયમાં સ્વ.બાલુભાઈ નકુમની યાદ ઉભી થઈ હતી એટલે સંસ્થાના ભૂમિ દાતા માનનીય જવાહરભાઈ ચાવડા તેમજ માનવ રત્ન પ્રવીણભાઈ બલદાણીયા,ડો.કનુભાઈ કલસરિયાનો શુભ સંદેશ રહ્યો હતો 5000 થી વધુ સંખ્યામાં આહીર સમાજના ભાઈઓ બહેનો તેમજ સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાના હોદ્દેદારોની હાજરીમાં આહીર શૈક્ષણિક ભવનના નિભાવ માટે સમાજનું કાયમી યોગદાન મળી રહે તે માટે હવે પછી સુરતમાં આહીર સમાજમાં થતાં લગ્ન પ્રસંગે વરપક્ષ પાસેથી લગ્નભેટ સ્વીકારવી તેમજ ઉત્તરક્રિયા દાન,તિથિ દાન,અને અન્ય શુભ પ્રસંગે દાન સમાજ પાસેથી મેળવવાની જાહેરાત સાથે સૌની અનુમતિ લઈ ઠરાવ પાસ કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈક્ષણિક ભવનની સમગ્ર કમિટીએ જવાબદારી સાથે પોતાનું કર્મ નિભાવ્યું હતુ સંસ્થાના પ્રમુખ નાગજીભાઈ મકવાણા ઉપપ્રમુખ ભગવાનભાઈ કળસરિયા,મંત્રી ઘનશ્યામભાઈ હડીયા,સહમંત્રી અશ્વિનભાઈ કવાડ શામળાભાઈ વાજા,દુલાભાઇ રામ,જોધાભાઈ નકુમ, અલ્પેશભાઈ ભેડા,રાઘવભાઈ કળસરિયા દુર્લભભાઈ બલદાણીયા,નિલેશભાઈ છોટાલા,આર.આર.જીંજાળા સામતભાઈ કાતરિયા ડી.આર.કાતરિયા સાથે 51 કમિટી સભ્યોએ ઉત્સાહ ભેર જવાબદારી નિભાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન લલિતભાઈ બલદાણીયાએ કર્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.