વડોદરામાં દંપતીએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી. - At This Time

વડોદરામાં દંપતીએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી.


વિગતે વાત કરીએ તો વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં ઉપવન હેરીટેજમાં માતા - પિતા સાથે રહેતા 24 વર્ષિય સુરજ રામમણી પાંડે અને તેમની 23 વર્ષિય પત્ની નિલુબહેન પાંડેએ મોડી સાંજે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે જઇ પસાર થતી ગુડ્ઝ ટ્રેનની સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો . સુરજ અને તેની પત્ની નિલુ સાથે મળીને હરણી એરપોર્ટ પાસે ક્લિનીંગની ચિજવસ્તુઓની શોપ ચલાવતા હતા . હજુ તો મૂળ યૂપીના વતની સુરજ અને નિલુનાં લગ્નને બે વર્ષ થયા હતા . યુવાન વેપારી દંપતિએ ગૃહકલેશમાં આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.