થાનમાં ચાલતા ઓવર બ્રિજનુ કામ 18 મહીનાની ડેડલાઈન છ વર્ષે પણ અધુરૂં
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
થાનમાં બની રહેલા ઓવરબ્રિજના લીધે થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતુ હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અહીં ઓવરશબ્રિજનું કામ તા.14 ઓગસ્ટ 2018 માં ખાતમુહૂર્ત કરી ચાલુ કરાયું હતું જેને 18 માસની ડેડલાઇનમાં પૂર્ણ કરવાની વાત હતી પરંતુ 6 વર્ષ જેટલો સમય થતા ગોકળ ગાય ગતીએ ચાલતા કામથી લોકો પરેશાન થઇ ગયા છે જેમાં આ ફાટકેથી રોજ 24 કલાકમાં 48 થી વધુ ટ્રેન પસાર થતી હોવાથી એક ટ્રેનને પસાર થવા માટે લોકોને 15 મિનિટથી વધુ સમય સુધી રાહ જોવી પડતા ટ્રાફીક જામના દ્રશ્યો સાથે લોકોનો 12 કલાક જેટલો સમય અને વાહનના ઇંધણનો બગાડ થાય છે આ રોડ પર થઇ થાન શહેર તથા ફાટક પરથી 8થી 10 ગામોને જોડતો અને હળવદ, ધ્રાંગધ્રા, સરા રોડ છે. અહીં આસપાસ 10 થી વધુ સોસાયટી અને 400 થી વધુ કારખાનાના વાહનો અવર જવર કરતા વાહનોનો જમાવડો રહે છે અહીં રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિકમાં એમ્બુલન્સ, શાળાએ જતા વિદ્યાર્થીઓ, કામધંધે જતા 80 હજારથી વધુ લોકો હેરાન થાય છે થાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, પાલિકાના ભ્રષ્ટાચારને કારણે લોકો હેરાન થાય છે ઓવર બ્રિજ બનાવવા 42 કરોડ મંજૂર થયા હતા તે વપરાઇ ગયા અને વધારાના 7 કરોડ માટે ફાઇલ મૂકાઇ છે હાલ વહીવટી શાસન હોવાથી કોઇ ભ્રષ્ટાચાર કરી શકે તેમ નથી જ્યાં સુધી નગરપાલિકાની ચૂંટણી નહીં આવે અને ભારતીય જનતા પાર્ટીની બોડી ફરી સત્તા ઉપર નહીં બેસે ત્યાં સુધી આ કામ ચાલુ થવાનું નથી લોકોનો પ્રશ્ન ચૂંટણીમાં અસર કરશે આવતા દિવસોની અંદર પાલિકાની ચૂંટણી આવી રહી છે બ્રિજના પ્રશ્ને ચૂંટણી ઉપર મોટા પાયે પડઘા પડે તેવી પૂરેપૂરી શક્યતા છે થાનગઢ નગરપાલિકાની અંદર અત્યાર સુધીમાં નથી થયું તેવું નવાજૂની ચૂંટણી ઉપર થવાની પૂરેપૂરી શક્યતા છે થાનગઢની
પ્રજાનો આક્રોશ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે હવે થાનગઢની પ્રજાને પણ ધીરજ ખૂટી રહી છે તેવું વેપારી એસોસિયેશન ના પ્રમુખ દ્વારા જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.