ભાવનગરમાં ૨૨ થી ૨૫ સપ્ટેમ્બર સ્પોર્ટ્સ કાર્નિવલનાં આયોજન અંગે ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ - At This Time

ભાવનગરમાં ૨૨ થી ૨૫ સપ્ટેમ્બર સ્પોર્ટ્સ કાર્નિવલનાં આયોજન અંગે ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ


નેશનલ ગેમ્સની પ્રિ-ઇવેન્ટમાં ભાવેણાનાં વધુ ને વધુ રમતવીરો જોડાઈ તેવી અપીલ
ગુજરાત સરકાર તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ નુ આયોજન આગામી તા. ૨૭-૦૯-૨૦૨૨ થી તા. ૧૦-૧૦-૨૦૨૨ સુધી ગુજરાત રાજ્યમાં થનાર છે. ત્યારે આ રમતો વિશે જાગૃતતા આવે તેવા ઉદ્દેશ્યથી તા. ૨૨ થી ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાશે જેના આયોજન હેતુ મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોર્ટ્સ કાર્નિવલ નેશનલ ગેમ્સની પ્રિ-ઇવેન્ટ તરીકે યોજવાનો હોઈ તેમ ભાવનગરનાં વધુને વધુ રમતવીરો જોડાઈ તેવી મેયરશ્રી દ્વારા બેઠકમાં અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સ્પોર્ટ્સ એસોશીએશનનાં હોદ્દેદારો પાસેથી કાર્નિવલને સફળ બનાવવા માટેનાં સૂચનો લેવામાં આવ્યા હતા.

બેઠકમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્નરશ્રી એન. વી ઉપાધ્યાય એ સ્પોર્ટ્સ કાર્નિવલમાં સેલ્ફી ઝોન, ફૂડ ઝોન, નેશનલ મેસ્કોટ લગાવવા અંગે માહિતી આપી હતી. વધુમાં તા. ૨૪/૯/૨૨ નાં રોજ મેસ્કોટ રેલીનું પણ આયોજન અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ વિભાગના વડાઓને કરવાની કામગીરી વિષે જાણકારી આપી હતી.

ગુજરાત રાજ્ય પ્રથમ વખત જ્યારે રાષ્ટ્રીય રમત માટેની મેજબાની કરી રહ્યું છે ત્યારે ભાવનગરમાં ૩૬ મી નેશનલ ગેમ્સની રમતો નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાડવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો. રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ સહિતનાં રમત ગમત ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon