જાણો દેશની પ્રથમ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સહયોગથી આ ૧૨ જવાનો દેશ ની સુરક્ષા માટે શું શીખ્યા અને શું મેળવ્યું.
દેશ ની પ્રથમ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ના સહયોગ થી ૧૨ જેટલા જવાનો ને ડ્રોન ટ્રેનીંગ સેન્ટર ઓફ R.R.U દ્વારા ટ્રેનીંગ બાદ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા,
ભારતીય સૈન્યના ૧૦ જવાનો અને ગુજરાત પોલીસ ના ૨ જવાનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (R.R.U) ના વાઇસ ચાન્સલર ડો બિમલ પટેલ દ્વારા ડ્રોન ટ્રેનીંગ અને આગામી દિવસોમાં તેનું કાર્યક્ષેત્ર બાબતે માહિતી આપતા મહત્વ સમજાવ્યું હતું,
આ પ્રસંગે જવાનો દ્વારા ડ્રોન પાઈલોટિંગ કરી ને ઉપસ્થિત મહેમાનો અને દર્શકો ના દિલ જીતી લીધા હતા,
આ પ્રસંગે ઉપસ્થિત,મેજર કવલજીતસિંહ ડાયરેક્ટર, ડ્રોન ટ્રેનીંગ સેન્ટર, મયુરજી ડોગા, ઇન્સ્ટ્રકટર, દ્રોણ આચાર્ય ડ્રોન ટ્રેનીંગ સેન્ટર, ડો.બિમલ પટેલ દ્વારા સંબોધન કરી જણાવ્યું હતું કે આવનારા સમયમાં ડ્રોન ના ઉપયોગથી દેશ ની બોર્ડરો પર, મેડિકલ ક્ષેત્રે દૂર ના સ્થળો પર દવાઓ પોંચડવા માટે તેમજ વિવિધ ક્ષેત્રે સુરક્ષા માટે મુખ્ય કારણ બની રહેશે.
Report by Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.