શ્રીરામ જન્મો ઉત્સવ - At This Time

શ્રીરામ જન્મો ઉત્સવ


*શ્રીરામ જન્મોત્સવ*
વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ તથા સીતારામ ગૌશાળા તથા સમસ્ત હિન્દુ સમાજ તથા શ્રીરામ જન્મોત્સવ સમિતિ થાનગઢ દ્વારા શ્રીરામ નવમી હોવાથી વેશભૂષા તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે શ્રીરામનવમી હોવાથી શ્રીરામજન્મોત્સવ ની ઉજવણી નો પ્રસંગ તારીખ:-30/03/2023ને ગુરુવારના રોજ શ્રીરામજી મંદિર થી મુખ્યમાર્ગો પર શોભાયાત્રા કાઢીને દુઃખ ભંજણી મેલડીમાં ડી.જે. ના તાલે ધામધૂમથી ઉજવવામાં આવ્યો ભગવાનશ્રીરામના રથ ને ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું તથા યોગાગૃપ દ્વારા ફરાળી પેકેટ તેમજ ફૂલોથી શોભયાત્રાનું સ્વાગતનું આયોજન કર્યું તથા ઠેર ઠેર અન્ય સમાજ દ્વારા,શરબતનું પણ આયોજન કરવામાં આવ્યું.
શ્રી સરસ્વતી વિદ્યામંદિર થાનગઢના દીદીતથા ગુરુજીના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ ભાઈઓ, બહેનો દ્વારા શ્રીરામ તથા સીતાજી, હનુમાનજી જેવા વિવિધ વેશભૂષામાં શોભયાત્રામાં જોડાયા સાથે દીદી,ગુરુજી તથા વાલી પણ જોડાયા હતા સેવાકીયગૃપો,દાનના દાતાઓ,માટે શિલ્ડ ના દાતા શ્રી હીરાભાઈ મીર સૌજન્ય બન્યા હતા, શ્રી સરસ્વતી વિદ્યામંદિર તેમજ વેશભૂષા માં ભાગલેનાર બાળકોને તેમજ સેવાકીય ગ્રુપોને શિલ્ડ એનાયત થાનગઢના મંદિર મહંતો દ્વારા અર્પણ કરાયા શોભાયાત્રાની અંતે શ્રીરામજી મંદિરે મહાઆરતી તથા મહાપ્રસાદનો થાનગઢના નગરજનો એ લાભ લીધો

રિપોર્ટ જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image