જસદણના આટકોટની કે.ડી.પી હોસ્પિટલમાં 35 વર્ષના યુવકને અન્નનળીના સાંકડા ભાગમાં ખોરાક ફસાઈ જતા ઇમરજન્સીમાં ઓપરેશન કરાયું નવું જીવનદાન મળ્યું
(રિપોર્ટ રાજેશ લીંબાસિયા)
જસદણના આટકોટની કે.ડી.પરવાડિયા હોસ્પિટલમાં રાત્રે 35 વર્ષનું દર્દી આવેલ જેમને અચાનક જ પાઉંભાજી ખાતા ખાતા અચાનક જ ગળાના ભાગે એકદમ સોજો આવી ગયેલો અને ગળામાં કંઈક ફસાઈ ગયું હોય એવું લાગતું હતું. ત્યાર પછી તેમને થૂંક ગળવામાં પણ તકલીફ હતી અને દુખાવો ધીમે ધીમે વધતો જતો હતો. તેઓ ઇમરજન્સી વિભાગમાં કે.ડી.પરવાડિયા હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યાર પછી દર્દીને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમને ગળાના ભાગે અન્નનળીના ઉપરના સાંકડા ભાગમાં કંઈક પદાર્થ બહારી પદાર્થ ફસાયેલ છે. સીટી સ્કેન કરી અને જરૂરી રિપોર્ટ કરી દર્દીને તાત્કાલિક ઓપરેશનમાં લેવામાં આવેલ હતો. દૂરબીન વડે ઓપરેશન કરી દર્દીના અન્નનળી માંથી બહારના પદાર્થને કે જે કોબીજના ઉપરનું કડક આવરણ નો ટુકડો ફસાયેલ હતો તે કાઢી નાખવામાં આવેલ. આ દર્દીને આગળ એમને માવાનું વ્યસન હોવાથી દર્દીનું મોઢું બે આંગળી જેટલું જ ખુલતું હતું. જેથી ઓપરેશન થોડું જટિલ રહ્યું પણ સારી રીતે બહારી પદાર્થને કાઢી નાખેલ છે. હાલમાં દર્દીની તબિયત સારી છે એમને ખોરાક ખાવામાં કોઈ જ તકલીફ નથી અને હાલ દર્દીની તબિયત એકદમ સ્વસ્થ થઈ ગઈ છે. કે.ડી.પરવાડિયા હોસ્પિટલના ENT વિભાગના ડોક્ટર અંકિતા વસાણી દ્વારા ઓપરેશન કરીને અન્નનળીના સાંકડા ભાગમાંથી ફસાયેલો ખોરાક બહાર કાઢયો, યુવક નો જીવ બચી જતાં યુવકે ડોક્ટરનો તેમજ હોસ્પિટલના એડમીન ડૉ.ભરત માંડલીક, ડો.નવનીત બોદર તેમજ હોસ્પિટલના ટ્રસ્ટી તેમજ મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ બોઘર નો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
