લીલીયા મોટા આંગણવાડી કેન્દ્ર માં ઝેરી કોબ્રા સર્પ નીકળતા સરપંચ દ્વારા કરાયું રેસ્ક્યૂ - At This Time

લીલીયા મોટા આંગણવાડી કેન્દ્ર માં ઝેરી કોબ્રા સર્પ નીકળતા સરપંચ દ્વારા કરાયું રેસ્ક્યૂ


લીલીયા મોટા અમરેલી રોડ પર આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 10 ના રસોડા વિભાગ માં ઝેરી કોબ્રા સર્પ નીકળતા બાળકો તેમજ આંગણવાડી કર્મચારી ઓમા ભય નો માહોલ ફેલાયેલ હોય ત્યારે આ બાબતે આંગણવાડી સંચાલિકા માધવીબેન જોષી દ્વારા લીલીયા ના જીવદયા પ્રેમી અને સરપંચ જીવનભાઈ વોરા ને જાણ કરાતા તાત્કાલિક આંગણવાડી કેન્દ્ર નંબર 10 પર પહોંચી જીવ ના જોખમે ઝેરી સર્પ ને બરણી માં પુરાતા આંગણવાડી ના બાળકો અને સંચાલિકા બહેનો એ રાહત નો શ્વાસ લીધો અને આ તકે પોતા ના જીવ ની પરવાહ કર્યા વગર માત્ર એક સેવા ની ભાવના થી કરવામાં આવેલ કામનો આંગણવાડી સંચાલિકા બહેન દ્વારા સરપંચ જીવનભાઈ વોરા નો આભાર માનવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image