રાજકોટ મહાનગરપાલિકા રાઈટ ટુ એજ્યુકેશન (R.T.E.) એક માત્ર દિકરી હોવા અંગેના પ્રમાણપત્ર. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા રાઈટ ટુ એજ્યુકેશન (R.T.E.) એક માત્ર દિકરી હોવા અંગેના પ્રમાણપત્ર.


રાજકોટ શહેર તા.૨૭/૨/૨૦૨૫ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા સંયુક્ત યાદીમાં જણાવેલ કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના "રાઇટ ટુ એજ્યુકેશન" (RTE) હેઠળ જુન-૨૦૨૫ ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની જાહેરાત થયેલ છે જેમાં, જે માતા-પિતાને ફક્ત એક માત્ર દિકરી હોય તેઓને પ્રથમ ધોરણમાં પ્રવેશમાં અગ્રતા આપવાની જાહેરાત થયેલ છે. આ જાહેરાત પૈકી જે માતા-પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દિકરી હોય અને તે દિકરીનો જન્મ તા.૧/૬/૨૦૧૮ થી તા.૩૦/૫/૨૦૧૯ દરમ્યાન થયેલ હોય તેવા માતા-પિતા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરમાંથી તા.૨૮/૨/૨૦૨૫ થી તા.૧૨/૩/૨૦૨૫ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦.૩૦ થી સાંજે ૬ કલાક સુધી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર મેળવવા અર્થે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ (WWW.RMC.GOV.IN) પર જઈ ફોર્મસ મેનુમાંથી જન્મ મરણ વિભાગમાં (RTE SINGLE GIRL CHILD) નું ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે રજુ કરવાના પુરાવા પૈકી બાળક નું જન્મ પ્રમાણપત્ર, બાળકના માતા અને પિતાના આધાર કાર્ડ, કુટુંબ નું રાશન કાર્ડ (જેમા બાળકનું નામ ફરજીયાત જરૂરી છે) તેમજ જો પુરાવાઓ રાજકોટ શહેર સિવાયના હોય તો રાજકોટ શહેરમાં જ્યાં રહેતા હોય તે જગ્યાનો રહેણાંકનો પુરાવો. તેમજ સાથે જોડેલ નમુના મુજબ નું રૂ.૫૦ના સ્ટેમ્પપેપર ઉપર કરેલ નોટરાઇઝ્ડ સોગંદનામુ રજુ કરવાનું રહેશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image