લલિત મોદી અને તેમની માતા વચ્ચેના સંપત્તિ વિવાદમાં મધ્યસ્થતા માટે જસ્ટિસ આરવી રવીન્દ્રની નિયુક્તિ
- આ કેસને 3 ઓગષ્ટ માટે લિસ્ટ કરી દેવામાં આવ્યો નવી દિલ્હી, તા. 01 ઓગષ્ટ 2022, સોમવારઆઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી તથા તેમની માતા વચ્ચેનો સંપત્તિ વિવાદ હજુ નથી ઉકેલાયો. સુપ્રીમ કોર્ટમાં આજે ફરી એક વખત આ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. સંપત્તિ વિવાદને લગતા આ કેસમાં લલિત મોદી તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે તેમના માતા તથા બહેન તરફથી કપિલ સિબ્બલે દલીલો કરી હતી. આ કેસમાં મધ્યસ્થતા માટે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ આરવી રવીન્દ્રની નિયુક્તિ કરી છે. હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું કે, આ કેસમાં 2 વર્ષથી કોઈ બેઠક નથી થઈ. આજે બદલાયેલી સ્થિતિમાં લલિત મોદી અને તેમના ભાઈ સમીર મોદી એક તરફ છે જ્યારે બીજી તરફ તેમના માતા અને બહેન છે. આ કેસને 3 ઓગષ્ટ માટે લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન સીજેઆઈ દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું આ કેસમાં તેઓ સમાધાન કરવા તૈયાર છે. ગત સુનાવણી દરમિયાન સીજેઆઈએ કહ્યું હતું કે, અગાઉ મધ્યસ્થ નિયુક્ત કરાયા હતા પરંતુ નિર્ણય નહોતો લઈ શકાયો. બંને પક્ષ નિષ્પક્ષ હોવા જોઈએ, બંને પક્ષોએ સમાધાન સાથે આવવું જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.