( ગુજરાત રાજ્યના મંત્રી પ્રદિપસિંહ પરમારની ઉપસ્થિતમાં ) " ૭૬ - માં સ્વાતંત્ર્ય પર્વએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ ખાતે યોજાયો " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/juilmpm2eigfwcef/" left="-10"]

( ગુજરાત રાજ્યના મંત્રી પ્રદિપસિંહ પરમારની ઉપસ્થિતમાં ) ” ૭૬ – માં સ્વાતંત્ર્ય પર્વએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ ખાતે યોજાયો “


રિપોર્ટ -નિમેષ સોની,ડભોઈ

[ ડભોઇ નગરમાં તાલુકા સેવાસદન, તાલુકા પંચાયત, નગરપાલિકા અને શૈક્ષણિક સંસ્થાઓ રાષ્ટ્રગીતના ગાનથી ગૂંજી ઉઠી ]

   
                      આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હાલ ધૂમધામથી ચાલી રહી છે. તયારે આજરોજ ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે ડભોઇ નગરમાં પણ આ રાષ્ટ્રીય પર્વની આન - બાન - શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પટાંગણમાં આન - બાન - શાન સાથે આદરપૂર્વક ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી. તયારે સમગ્ર વાતાવરણ વંદે માતરમ્, ભારત માતા કી જયના નારાઓથી ઉઠી ગુંજી ઉઠ્યું હતું અને રાષ્ટ્રગીત જન - ગણ - મન લયબદ્ધ રીતે ગવાયું હતું. 

     ૭૬માં સ્વાતંત્ર્ય દિને સવારના ૯:૧૫ કલાકે જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં ડભોઇ - દર્ભાવતિ નગરીમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પટાંગણમાં ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપસિંહ પરમારના વરદ હસ્તે ઘ્વજવંદન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરનાર વ્યક્તિઓને  સન્માનિત કરાયા હતા  અને ૭૧૨ લાખથી વધુ રકમના વિકાસના કામોની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ માહિતી વિભાગના ફોટોગ્રાફ મનોજ નગરશેઠ ,હાર્દિક પરમારને પણ તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે તેઓએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ડભોઇને ઐતિહાસિક પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું અને વડોદરા જિલ્લામાં ધાર્મિક ઐતિહાસિક સ્થળોમાં પ્રવાસન સુવિધાઓના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે તેમ પણ તેઓ જણાવ્યું હતું. તેમણે ડભોઇ - દભૉવતિને ભક્ત કવિ દયારામની નગરી તરીકે ઓળખાવી હતી. આજરોજ તેઓએ ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) સાથે ડભોઇ કોલેજમાં મેઘાણી સવા શતાબ્દીના ભાગરૂપે મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.

                  આ પ્રસંગે વડોદરા જિલ્લા કલેકટર એ.બી ગોર, ડભોઇના નાયબ કલેકટર આઈ.એચ.પંચાલ, નાયબ મામલતદાર ચિંતનભાઈ ચૌધરી, પી.આઈ. શૈલેન્દ્રસિંહ વાઘેલા સહિત

 પોલીસના જવાનો, ડભોઇ - દર્ભાવતિના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા ( સોટ્ટા), જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પટેલ ( વકીલ), ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, જિલ્લા ભાજપાના મહામંત્રી ડો.બી.જે. બ્રહ્મભટ્ટ, મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ પટેલ, શહેર ભાજપાના પ્રમુખ ડો. સંદિપ ભાઈ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ લોપાબેન પટેલ, ઉપપ્રમુખ યજ્ઞેશચંદ્વ ઠાકોર સહિત વિવિધ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, નગરના પ્રતિષ્ઠિત આગેવાનો, વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]