ઉપલેટામાં ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે ઉપલેટા નગરપાલિકા દ્વારા ખાખીજાળીયા રોડ પર આવેલ ફિલ્ટર પ્લાન્ટમાં ફાળવાઈ જગ્યા - At This Time

ઉપલેટામાં ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે ઉપલેટા નગરપાલિકા દ્વારા ખાખીજાળીયા રોડ પર આવેલ ફિલ્ટર પ્લાન્ટમાં ફાળવાઈ જગ્યા


અકસ્માત ન સર્જાય તેમજ શ્રદ્ધાળુઓને વિસર્જન કરવા દૂર ન જવું પડે તે માટે પાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪, હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ગણપતિ ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે ત્યારે આ મૂર્તિઓ સ્થાપિત કર્યા બાદ અલગ અલગ દિવસોમાં નક્કી થયેલા દિવસો મુજબ ગણપતિ ભગવાનની સ્થાપિત કરેલી મૂર્તિઓનું વાંચતે ગાજતે વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ વિસર્જનમાં પર્યાવરણને થતી નુકસાનીઓને પાણીમાં ફેલાતા પ્રદૂષણને ધ્યાને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા ઉપલેટા શહેરમાં લોકોને વિસર્જન કરવા માટે દૂર ન જવું પડે તેમ જ વિસર્જન દરમિયાન કોઈ ઘટના કે દુર્ઘટના ન બને તેની શતકતાના ભાગરૂપે ઉપલેટા શહેરના ફિલ્ટર પ્લાન્ટ ખાતેની જગ્યામાં ભગવાન ગણપતિની મૂર્તિ વિસર્જન માટેનું આયોજન કરી વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગણપતિની મૂર્તિઓનું વિસર્જન નદી, તળાવ, વાવ, કુવા સહિતની પીવાના પાણીમાં ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત ની અંદર ગણપતિની મૂર્તિનું વિસર્જન ન કરવામાં આવે તે માટે જાહેરનામું બહાર પડાયું હતું જેના અનુસંધાને ઉપલેટાના તમામ ગણપતિ પંડાલોના આયોજકો માટે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટીયા દ્વારા લેખિત જાણ કરીને ઉપલેટા શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન ઉપલેટા શહેરના ખાખી જાળીયા રોડ ઉપર આવેલ ફિલ્ટર પ્લાનના જુના સંપમાં કરવા સુચના આપેલ હતી અને સાથે આ સૂચનાનું ઉલ્લંઘન કરનાર આયોજકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ તાકીદ કરેલ હતી જેથી મોટાભાગના આયોજકોએ વિસર્જન કરેલ છે અને હજુ પણ વિસર્જન અહીંયા થઈ રહ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.