મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં દંપતિ પર હુમલો જોવો આ અહેવાલ માં - At This Time

મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં દંપતિ પર હુમલો જોવો આ અહેવાલ માં


ભાવનગર | મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં દિવાળી કરવા માટે આવેલું દંપતિ તેમની વાડીએ ગયુ ત્યારે ટ્રેકટર ચલાવવા બાબતે થયેલા નજીવા ઝગડાની અદાવત રાખી બે શખ્સે આ દંપતિ પર છુટ્ટા પથ્થર ફેંકી ઇંજા પહોંચાડી હતી.

ભટુરભાઇ પુંજાભાઇ કામળીયા (રહે.અમદાવાદ)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વપુલ બચુભાઇ ઢાંપા અને ધીરૂભાઇ બચુભાઇ ઢાંપા (રહે.રાણીવાડા)ના નામ જણાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને રામીવાડા ગામમાં ખેતીની જમીન આવેલી છે અને તેઓ અમદાવાદ ખાતે રહે છે. જમીન તેમણે ભાગીયા વેજાભાઇને વાવવા માટે આવેલી છે. આજે ફરિયાદી તેમજ તેમના પત્નિ વાડીએ હતા ત્યારે તેમના દાદા સાથે વાડીમાં ટ્રેકચર શેઢા પરથી ચલાવવા અને વાડીમાંથી ચલાવવા બાબતે વાતચિત કરતા હતા ત્યારે બન્ને આરોપીઓ ટ્રેકટર સાથે વાડીએ હાજર હતા.

બન્ને આરોપીઓએ ફરિયાદીને તુ કેમ શેઢેથી અને વાડીમાંથી ટ્રેકટર ચલાવવાનુ કહે છે ? તેમ કહી ગાળો આપતાં ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા બન્ને શખ્સ ફરિયાદી તેમજ તેમના પત્નિ પર છુટ્ટા પથ્થરો ફેંકતા ફરિયાદીને તેમજ તેમના પત્નિને ઇંજા પહોંચી હતી અને બન્ને શખ્સે ફરિયાદીના ભાગીયાને તુ નહેર પાસેથી નિકળ તને મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. દાઠા પોલીસે બન્ને આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.