શ્રી સરસ્વતી વિધામંદિર (SSVM) – અમરેલી ખાતે દીક્ષાંત સત્કાર સમારંભ યોજાયો
શ્રી સરસ્વતી વિધામંદિર (SSVM) – અમરેલી ખાતે દીક્ષાંત સત્કાર સમારંભ યોજાયો.
અમરેલીની કેળવણીની જાણીતી સંસ્થા શ્રી સરસ્વતી વિદ્યામંદિર – અમરેલી ખાતે પ્રવર્તમાન શૈક્ષણિક પ્રવાહો સાથે અને ભારતની બાર યુનિવર્સીટી, આઠ કોલેજ અને ત્રણ શાળાઓ સાથે જોડાયેલ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના કોલમલિસ્ટ, લેખક અને ચિંતક રાજકોટ સ્થિત ડૉ. અર્જુનભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં વાલીશ્રી, વિદ્યાર્થીઓની હાજરીમાં દીક્ષાંત સત્કાર સમારંભ યોજાયો હતો. ઉ.મા. વિભાગના આચાર્યશ્રી નિલેશભાઈ વ્યાસે સ્વાગત પ્રવચન કરેલ. શાળાના શિક્ષક પ્રતિનિધિ તરીકે શ્રી સાગરભાઈ જોષી દ્વારા શાળાની શૈક્ષણિક પધ્ધતિ વર્ણવેલ. વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ધો. ૧૦ ના વિદ્યાર્થી મીત અરવિંદભાઈ મહેતાએ તેમના આખા વર્ષના શિક્ષણ અંગે બધાજ વિદ્યાર્થીના પ્રતિનિધિ તરીકે જણાવેલ કે શાળાની શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા અપાયેલ પધ્ધતિસરના શિક્ષણ, સહશિક્ષણ, રીવીઝન, નિષ્ણાંત વકતા દ્વારા કારકીર્દી માર્ગર્શન, પેપર પ્રેકટીસથી શ્રેષ્ઠત્તમ શિક્ષણનો અહેસાસ વ્યકત કર્યો. જયારે વાલીશ્રીના પ્રતિનિધિ શ્રી ઈતેશભાઈ મહેતાએ તેમના વાલી તરીકેના અનુભવોમાં જણાવેલ કે શ્રેષ્ઠ શિક્ષણ, સંસ્કાર અને પર્યાવરણની જાળવણી સાથેનું પરિસર ને જોડી શાળાના શિક્ષણ પ્રત્યે સંતોષ વ્યકત કર્યો હતો. આજના મુખ્ય અતિથિ ર્ડા. અર્જુનભાઈ દવે એ વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે ખૂબજ સરળભાષામાં માર્ગદર્શન આપેલ અને વાલી, વિદ્યાર્થી સાથે પ્રશ્નોત્તરીના માધ્યમથી સફળતા અંગેના મંત્ર જણાવેલ. શાળાના સ્થાનિક વ્યવસ્થાપકે તમામ પરીક્ષાર્થીને શુભેચ્છા આપેલ. સાથે આવનાર વર્ષ માટે સ્કોલરશીપની જાહેરાત પણ કરેલ. આભારવિધિ આચાર્યશ્રી નિરૂબેન મહેતાએ કરેલ. શાળા દ્વારા અલ્પાહાર લઈ સહુ વિદ્યાર્થી, વાલી સ્નેહથી મળી છૂટા પડયા હતાં. તેમ શાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.