તાલુકા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વે IAS આયુષી જૈન એ ધરવાળા ગામે ત્રિરંગો લહેરાવી પરેડની સલામી ઝીલી
*ધરવાળા ગામે આન બાન શાન સાથે IAS આયુષી જૈન એ પરેડની સલામી ઝીલી*
ધરવાળા ગામે ઉમરાળા તાલુકા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઇન્ચાર્જ મામલતદાર (IAS) અધિકારી આયુષી જૈન ના અધ્યક્ષ સ્થાને ધરવાળા ગામે પ્રાથમિક શાળા ખાતે ઉમરાળા તાલુકા કક્ષાનાં ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ઉમરાળા ઇન્ચાર્જ મામલતદાર આયુષી જૈન (IAS)ના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી ત્રિરંગો ફરકાવ્યા બાદ સલામી આપી ત્યાર બાદ કાર્યક્રમ અનુરૂપ ઉમરાળા મામલતદાર આયુષી જૈન (IAS) દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ બાદમાં ધરવાળા શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ મુજબ વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા બાદમાં વૃક્ષારોપણ કરાયુ ધ્વજ વંદન કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રેના આગેવાનો ઉમરાળા તાલુકા વહીવટી તંત્રના મામલતદાર કચેરી સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ,પોલીસ સ્ટાફ,હોમગાર્ડ સ્ટાફ ફોરેસ્ટ સ્ટાફ,ICDS સ્ટાફ PGVCL સ્ટાફ,આરોગ્ય વિભાગ સ્ટાફ,ગુજરાત GIDC પૂર્વ નિયામક પેથાભાઈ આહીર તાલુકા પંચાયત વિપક્ષ નેતા જ્યુભા ગોહિલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત રાજકીય પદાધિકારીઓ અને કર્મચારીઓ સહિત શાળાના આચાર્ય,શિક્ષકો,વિધાર્થીઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
