ઉમરપુર પ્રાથમિક શાળાના ૬૭ માં સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
શહેરા
શહેરા તાલુકામાં આવેલ ઉમરપુર પ્રાથમિક શાળા ખાતે ૬૭ માં શાળા સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉમરપુર પ્રાથમિક શાળાના સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે શાળાના આચાર્ય,ગામના સરપંચ તેમજ અગ્રણીઓ, એસ.એમ.સીના સભ્યો અને શાળાનો સમગ્ર સ્ટાફ સાથે મળી ને કેક કાપી હતી આ સાથે મોટી સંખ્યામાં શાળાના બાળકોએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને શાળાના ૬૭ માં સ્થાપના દિનને યાદગાર બનાવ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાલિકાઓ દ્વારા આગેવાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળા પરિવાર દ્વારા બાળકોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મધ્યાહન ભોજન ના સંચાલક તરફથી બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.