ઉપલેટાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એનિમલ હોસ્ટેલના લાભાર્થે શરૂ કરવામાં આવ્યો રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેચ
સ્વ. ગોવિંદભાઈ સુવા અને સ્વ. ચિરાગ પરમાર મેમોરિયલ કપ-૨૦૨૩ નું કરાયું ભવ્ય શુભારંભ
મેચના મુખ્ય સ્પોન્સર તરીકે જામજોધપુરના માણેક જ્વેલર્સના સહકારથી સુંદર આયોજન કરાયું
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૩ માર્ચ ૨૦૨૩, ઉપલેટા શહેરમાં આવેલા ઐતિહાસિક તાલુકા શાળાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપલેટા નગરપાલિકા આયોજિત સ્વ. ગોવિંદભાઈ સુવા અને સ્વ. ચિરાગ પરમાર મેમોરિયલ કપ-૨૦૨૩ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપન રાત્રી પ્રકાશ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે જેમાં ૧૦ માર્ચના રોજ રાત્રિના સમયે આ ક્રિકેટ મેચની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ તકે ક્રિકેટ પ્રેમી જનતા અને આસપાસના વિસ્તારના લોકો, આગેવાનો તેમજ ક્રિકેટ રસિયાઓ અને ખેલાડીઓ બોહોળી સંખ્યામાં જોડાયા હતા.
ઉપલેટામાં યોજાયેલ આ ક્રિકેટ મેચમાં ૧૦૦ જેટલી ટીમોએ ભાગ લીધો છે જેમાં પ્રથમ દિવસે પ્રથમ મેચ રૂદ્ર ઇલેવન અને દાસી જીવણ ઇલેવન વચ્ચે રમાયો હતો જેમાં દાસી જીવણ ઇલેવને પ્રથમ મેચની અંદર જ પ્રથમ જીત મેળવી છે. આ ક્રિકેટ મેચની અંદર સુવિધાઓની વિગતવાર વાત કરવામાં આવે તો ૧૦૦ જેટલી લાઈટો ધરાવતા આઠ વિશાળ લાઇટિંગ ટાવર મૂકવામાં આવ્યા છે અને ક્રિકેટરો તેમજ દર્શકોના મનોરંજન માટે ડીજે ની પણ સુવિધાઓ રાખવામાં આવી છે. પ્રેક્ષકો અને ક્રિકેટરો તેમજ ક્રિકેટ રશિયાઓના આનંદ માટે સુંદર અને સુશીલ વાતાવરણ પણ અહીં જોવા મળે છે. આ ક્રિકેટ મેચને નિહાળવા માટે પુરુષો તેમજ મહિલાઓ પણ બાળકો સાથે ક્રિકેટની મજા માણતા જોવા મળે છે.
આ ક્રિકેટ મેચમાં ભાગ લેનારને પણ સુંદર ઇનામો આપવામાં આવે છે. આ સાથે જ વિજેતા ટીમ તેમજ મેન ઓફ ધ મેચને ક્રિકેટ દરમિયાન આકર્ષક ઇનામો આપવામાં આવે છે. તદુપરાંત આ ક્રિકેટ મેચના ફાઇનલ મેચમાં વિજેતા થનાર ટીમને ₹૧,૦૦,૦૦૦ રોકડ ઇનામની સાથે ટ્રોફી તેમજ અન્ય મોટા આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે આ સાથે જ રનર્સ અપ ટીમને પણ ₹૫૦,૦૦૦ નું રોકડ ઇનામ તેમજ અન્ય ઇનામો આપવામાં આવશે.
આ ક્રિકેટ મેચમાં સેમિ ફાઇનલમાં પહોંચનાર બે ટીમોને રૂપિયા અગિયાર-અગિયાર હજારના ઇનામો સાથે અન્ય ઇનામો પણ આપવામાં આવશે અને આ ક્રિકેટ મેચ દરમિયાન મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેનને પણ પાંચ-પાંચ હજારનું રોકડ રકમ તેમજ અન્ય શીલ્ડ સહિતના આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે ત્યારે ૧૦ માર્ચથી લઈને ૬ એપ્રિલ સુધી ઉપલેટા ખાતે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયોજકો દ્વારા આ ક્રિકેટ મેચને નિહાળવા તેમજ આ સુંદર આયોજનનો લાભ લેવા માટે ક્રિકેટ રશિયાઓ તેમજ ઉપલેટા અને આસપાસની જનતાને હાર્દિક આમંત્રણ પણ પાઠવ્યું છે.
ઉપલેટા ખાતે યોજાયેલા આ ક્રિકેટ મેચના ઉદ્ઘાટન પ્રસંગે પોરબંદર સાંસદ રમેશ સડકના પુત્ર નિમેશ ધડુક, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડીયા, ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઈ માકડીયા તથા એનિમલ હોસ્ટેલના સદસ્યો, શિક્ષણ સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવા, પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ રવિભાઈ માકડીયા, જીગ્નેશભાઈ ડેર, ઉપલેટા નગરપાલિકાના માજી પ્રમુખ મયુરભાઈ સુવા, દાનભાઈ ચંદ્રવાડીયા તેમજ આ ક્રિકેટ મેચના મુખ્ય સ્પોન્સર તરીકે જેમને સ્પોન્સરશિપ કરી છે એવા જામજોધપુરના માણેક જ્વેલર્સ તેમજ અન્ય સ્પોન્સરો સંપૂર્ણ પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને ક્રિકેટરોનો હોંસલો પણ વધાર્યો હતો.
ઉપલેટા ખાતે યોજાયેલ આ ક્રિકેટ મેચમાં આયોજકોમાં મયુરભાઈ સુવા, કાનભાઈ સુવા, જીતુભાઈ ચંદ્રવાડીયા, વિઠ્ઠલભાઈ રાવલ, પિયુષભાઈ કાંબરીયા, રાહુલભાઈ (લાલો) ડેર તેમજ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટી અને સાથે-સાથે યદુનંદન ગ્રુપ, ઉપલેટા તાલુકા શાળાના ક્રિકેટ ગ્રાઉન્ડના ખેલાડીઓ દ્વારા સુંદર આયોજન કરી ઉપલેટામાં ભવ્ય રાત્રી પ્રકાશ ક્રિકેટ ટેનિસ ટુર્ના મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
તસવીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.