ચોમાસું ૨૦૨૫ની પૂર્વ તૈયારીના ભાગ રૂપે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
ચોમાસું ૨૦૨૫ની પૂર્વ તૈયારીના ભાગ રૂપે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
----------
છોટાઉદેપુર જિલ્લામાં આગામી ચોમાસું – ૨૦૨૫ દરમ્યાન પુર, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી સંભવિત કુદરતી આપત્તિઓ સામે પૂર્વ તૈયારી અને આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગત વર્ષ આપત્તિ વ્યવસ્થાપન મીટિંગની સંક્ષિપ્ત સમીક્ષા, છોટાઉદેપુર જિલ્લામાં વર્તમાન આપત્તિ તૈયારી અને પ્રતિભાવ પદ્ધતિઓની સમીક્ષા, સંભવિત આફતો અને તેની સામે સાવચેતીના પગલાં, વિવિધ હિતધારકો વચ્ચે સંકલન અને સહયોગને મજબૂત બનાવવો, આગામી ચોમાસાની તૈયારીની સમીક્ષા કરવા, બાકી/ પ્રગતિ ઉપર કામગીરીના મુદ્દા,હીટવેવ્સ-નિવારણ અને ઘટાડો, અસરગ્રસ્ત અને પહાડી વિસ્તારોની સમીક્ષા, ચોમાસાની પૂર્વ- તૈયારી સમીક્ષા, ચોમાસા પહેલાની તૈયારી પ્રવૃત્તિઓની સમીક્ષા, ડ્રેનેજ સફાઈ અને જાળવણી, સ્થળાંતર કેન્દ્રોની ઓળખ અને તૈયારી, આરોગ્ય, સંસાધનો અને અનાજના જરૂરી પુરવઠાનો સંગ્રહ, સંચાર અને પૂર્વ ચેતવણી મીકેનીઝમ.જિલ્લાના વર્તમાન આપત્તિ જોખમ પ્રોફાઇલ અંગે ચર્ચા જેવા એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓને આગામી ચોમાસું પૂર્વે તૈયારી માટે જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષક શ્રી ઈમ્તિયાઝ શેખ નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેશ ગોકલાણી, ડીઆરડીએ નિયામક કે.ડી. ભગત, નાયબ કલેકટર પ્રીતેશ પટેલ, તથા પ્રાંત અધિકારી શ્રી છોટાઉદેપુર અને બોડેલી, મામલતદાર શ્રી ડિઝાસ્ટર અને તમામ ટી ડી ઓ, સહીત સબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અલ્લારખા પઠાણ નસવાડી
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે
