ઈડર ભીલોડા હાઇવે રોડ પર બડોલી રોડ ઉપર ઉડતી મેટલથી વાહન ચાલકો વેપારીઓ તેમજ રાહદારીઓ પરેશાન - At This Time

ઈડર ભીલોડા હાઇવે રોડ પર બડોલી રોડ ઉપર ઉડતી મેટલથી વાહન ચાલકો વેપારીઓ તેમજ રાહદારીઓ પરેશાન


ઈડર ભીલોડા હાઇવે રોડ પર બડોલી રોડ ઉપર ઉડતી મેટલથી વાહન ચાલકો વેપારીઓ તેમજ રાહદારીઓ પરેશાન

બડોલી પાસે પવન સાથે ઉડતી ઝીણી મેટલથી વાહનચાલકો.વેપારીઓ અને રાહદારીઓ પરેશાન

ઇડર તાલુકાના ઇડર ભીલોડા હાઇવે રોડ પર બડોલીથી પસાર થતા
બડોલી નજીક ઘણા લાંબા સમયથી રોડના ખાડા પૂરવા તંત્ર દ્વારા પાથરવામાં આવેલ ઝીણી મેટલ પવન સાથે ઉડતાં રોડ પરથી પસાર થતા વાહનચાલકો. તેમજ આસપાસ દુકાન ધરાવતા વેપારીઓ અને રાહદારીઓને. ભારે પરેશાનીનો
સામનો કરવો પડી રહ્યો છે
છેક ચોમાસા અગાઉથી અહીં બડોલી બસ સ્ટેશન નજીક રોડ ઉપર ખાડા પૂરવા તંત્ર દ્વારા પાથરવામાં આવેલ આ મેટલ હવે ચોમાસા બાદ
સુકાઈને કોરી પડી જવાથી આવતા જ્યાં વાહનોને લઈ આ ઝીણી મેટલ ઉડીને આખા ય માર્ગ ઉપર પવન સાથે ધુમ્મસ ની માફક છવાઈ જાય છે અને વાહન ચાલકો, રાહદારીઓને ઓનરોડ ઉપર દુકાનો ધરાવતા વેપારીઓ ઉડતી ઝીણી ડસ્ટ થી હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યાત્રાધામ શામળાજી અને અંબાજીને જોડતા આ મુખ્ય રોડ ઉપર ડામર દ્વારા. પાકું મરામતની કામ સત્વરે હાથ ધરવામાં આવે એમ સૌ માગણી કરી રહ્યા છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા બ્યુરો)


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.