જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
--------------
ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોના રજૂ કરેલા પ્રશ્નો સંદર્ભે કલેક્ટરશ્રીએ સંલગ્ન વિભાગના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં નગરપાલિકા વિસ્તાર હેઠળ આવતાં વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, શહેરોમાં પાણી ભરાતાં સ્થળોની ઓળખ કરવા, ચોમાસા પહેલા નાના-મોટા દબાણો દૂર કરવા, સિંચાઈની નહેર, વોંકળા, ડ્રેજિંગ, વહેણ ઊંડા કરવા, ગૌચર તથા સરકારી પડતર જમીનમાં ખનન અટકાવવા બાબતે તેમજ બાકી રહેલા નાણાંની વસૂલાત જેવા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી અને સત્વરે તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે એવું સૂચન કરી માર્ગદર્શિત કર્યાં હતાં.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જેમિની ગઢિયા, નાયબ કલેક્ટર શ્રી એફ.જે.માકડા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પારસ.ડી.વાંદા, સર્વે પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, શ્રી કે.આર.પરમાર સહિત આરોગ્ય, ખેતીવાડી, શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ જિલ્લા-તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે
