માધવપુર લોકમેળો એક સાંસ્કૃતિક વિરાસત* ————— *સોમનાથ ખાતે આગામી તા. ૦૫ એપ્રિલના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે*
*માધવપુર લોકમેળો એક સાંસ્કૃતિક વિરાસત*
---------------
*સોમનાથ ખાતે આગામી તા. ૦૫ એપ્રિલના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે*
------------
*જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે કાર્યક્રમની પૂર્વતૈયારીઓ સંદર્ભે બેઠક યોજી*
--------------
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તા. ૬થી ૧૦ એપ્રિલ દરમિયાન પોરબંદરના માધવપુર ખાતે ભગવાન કૃષ્ણ અને રૂક્મિણી વિવાહના ઉપલક્ષ્યમાં પરાપૂર્વથી યોજાતા પરંપરાગત મેળાના સંદર્ભમાં આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ચાર જ્યાઓએ પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કર્યાં છે.
અમદાવાદ વડોદરા, સુરત અને ત્યારબાદ તા. ૦૫ એપ્રિલના રોજ સોમનાથ મંદિર પરિસરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આ કાર્યક્રમ સુનિયોજીત રીતે આયોજીત થાય તે માટે જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
કલેક્ટરશ્રીએ ઈવેન્ટના ગ્રાઉન્ડની તૈયારીઓથી માંડીને લાઈટ, વીજળી, સ્વાગત-સત્કાર, કલાકારોની રોકાવાની વ્યવસ્થા તેમજ ભોજનની વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓની તલસ્પર્શી સમીક્ષા કરી અને તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવાઈ તે માટે ઉપસ્થિત સર્વેને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં આસામ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા જેવા ઉત્તર-પૂર્વના સાત રાજ્યોના ૨૦૦ કલાકારો અને રાજ્યના વિવિધ વિસ્તારોના ૨૦૦ કલાકારો મળી ૪૦૦ કલાકારો તેમની કલાના કામણ પાથરશે.
સોમનાથ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોરબંદરનો મણિયારો રાસ, તલવાર રાસ, ડાંગી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. સાંજે ૦૭.૦૦ થી ૦૮.૦૦ દરમિયાન આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં પધારવા માટે કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોને સહર્ષ હાર્દિક અનુરોધ કર્યો છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જેમિની ગઢિયા, પુરવઠા અધિકારી શ્રી પારસ વાંદા, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થા, એન.જી.ઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે
