માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા “સૂર, શબ્દ અને સાહિત્યની અમૃતધારા”નો પાંચમો મણકો યોજાયો
(કનુભાઈ ખાચર દ્વારા )
બોટાદ શહેરમાં માતૃભાષા સંવર્ધન માટે કાર્યરત માતૃભાષા શિક્ષણ કેન્દ્ર, બોટાદ દ્વારા તા.૧૬/૧૧/૨૦૨૪ના રોજ "સૂર,શબ્દ અને સાહિત્યની અમૃતધારા"નો પાંચમો મણકો રત્નાકર નાંગરસાહેબના નિવાસસ્થાને યોજાયો હતો. આજના મણકામાં આદરણીય ભટ્ટભાઈ, પ્રા.વૈશાલીબહેન દવે, લેખક રત્નાકર નાંગર , લાલજીભાઈ પારેખ, ભાવેશભાઈ પરમાર, કમલેશભાઈ દવે, ગૌરાંગભાઈ લવિંગીયા, જયદીપભાઈ નાવડિયા, કાર્તિક ઓળકિયા, માધવ સલાળિયા, અલ્પેશભાઈ, હેમલબહેન જોષી, નીતાબહેન, ઈશા નાંગર, હર્ષલ પરમાર, તેજસ નાંગર, સહિત ભાવકો ઉપસ્થિત રહ્યાં હતા. રત્નાકરભાઈ સૌને શબ્દપુષ્પોથી આવકાર્યાં હતાં.આગામી કાર્યક્રમોની રૂપરેખા સંચાલક પ્રા.વૈશાલીબહેન દવેએ આપી હતી. આભારવિધિ ભાવેશભાઈ પરમારે કરી હતી અને સંચાલન લાલજીભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
