સાબરકાંઠા જિલ્લામાં-: આરોગ્ય શાખા,આઈસીડીએસ વિભાગ અને પ્રોજેક્ટ વૃદ્ધિની ટીમનો એક દિવસિય વર્કશોપ યોજાયો.... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: આરોગ્ય શાખા,આઈસીડીએસ વિભાગ અને પ્રોજેક્ટ વૃદ્ધિની ટીમનો એક દિવસિય વર્કશોપ યોજાયો….


સાબરકાંઠાના-:
હિંમતનગર સ્ટારસીટી ખાતે લીડરશિપ એક્સિલેન્સ: ઇગ્નિટિંગ પોટેન્શ્યલ,ઇન્સ્પિરિંગ એક્શન નામક જિલ્લાકક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો.આરોગ્ય શાખા,આઈસીડીએસ વિભાગ અને પ્રોજેક્ટ વૃદ્ધિ (એક્શન અગેઈન્સ્ટ હંગર ઈન્ડિયા)ની ટીમે સંયુક્ત રીતે વર્કશોપ નું આયોજન કરેલ..

આ વર્કશોપનો ઉદ્દેશ્ય સહભાગીઓને આવશ્યક નેતૃત્વ કૌશલ્યોથી સજ્જ કરવાનો,તેમની વ્યૂહાત્મક વિચારશીલતા નો વધારો કરવાનો અને તેમને વિશ્વસનીયતા અને પ્રભાવ સાથે નેતૃત્વ કરવા માટે પ્રેરણા આપવાનો હતો.આ વર્કશોપમાં સહભાગીઓને નેતૃત્વની આવશ્યકતાઓની વ્યાપક સમજ પૂરી પાડવા માટે સૈદ્ધાંતિક જ્ઞાન,આંતરક્રિયા અને વ્યવહારિક એપ્લિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો..

આ જિલ્લા કક્ષા વર્કશોપમાં CDHO સાબરકાંઠા ડો.રાજ સુતરીયા,RCHO ડો.એસ.એચ.દેધ્રોટીયા,ICDS પ્રોગ્રામ ઓફિસર મનીષા બ્રહ્મભટ્ટ,પ્રોજેક્ટ વૃદ્ધિની ટીમ,તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અને મેડિકલ ઓફિસરશ્રીઓએ હાજરી આપી હતી.

આબીદઅલી ભૂરા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.