કેશોદના તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત સરોડ ગામે ખોખો સ્પર્ધાનું આયોજન - At This Time

કેશોદના તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત સરોડ ગામે ખોખો સ્પર્ધાનું આયોજન


કેશોદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 3.0 ખોખો ભાઈઓ અને બહેનો સ્પર્ધાનું આયોજન ઘેડ પંથકમાં સરોડ ગામ મુકામે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જુનાગઢ જિલ્લા કક્ષા ગ્રામ્યની સ્પર્ધાઓનું આયોજન જુદા જુદા વિસ્તારમાં રમત ગમતને પ્રાધાન્ય આપવા માટે થઈ રહ્યું છે ત્યારે કેશોદ તાલુકા કક્ષાની ખો ખો ભાઈઓ અને બહેનોના જુદા જુદા વય જૂથની સ્પર્ધા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી જૂનાગઢના માર્ગદર્શનમાં ઘેડ વિસ્તારના પ્રોત્સાહન સ્વરૂપે સરોડ ગામ મુકામે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

આ સ્પર્ધામાં ઉપસ્થિત તાલુકા સંગઠન પ્રમુખ જયદીપસિંહ સોલંકી,તાલુકા પંચાયતના સદસ્ય નારણભાઈ કરંગીયા,પૂર્વ સરપંચ જીવાભાઇ રાજતીયા,બી.આર.સી ડો. ભરતભાઈ નંદાણીયા,જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવ,જીલ્લા રમત ગમત અધિકારી વિશાલભાઈ દિહોરા,ટી.એમ.નરેશભાઈ ગોહિલ,શાળાના આચાર્ય પીઠાભાઈ સોલંકી સહ કન્વીનર જે.એસ.ભારવાડીયા,વિરમભાઈ ચોચા,નારણભાઈ સોલંકી,આરોગ્ય સેન્ટરના વિરમભાઈ પીઠીયા,સરોડ ગામના અગ્રણીઓ અને યુવાનોની ઉપસ્થિતિમાં છેલ્લા બે દિવસની ભાઈઓ અને બહેનોની આ સ્પર્ધામાં કુલ 65 ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

સ્પર્ધાના પ્રારંભે કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કેન્દ્રીય રમત ગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા રમત ગમતના પ્રોત્સાહન અને ઓલમ્પિકની તૈયારી સ્વરૂપે થઈ રહેલ યોજનાઓ અને પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી.આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જુનાગઢ દ્વારા શિક્ષણ સાથે રમત ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સરોડ ગામ મુકામે યોજાયેલ આ બે દિવસની સ્પર્ધામાં 900 જેટલા સ્પર્ધકો અને ઉપસ્થિત લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા આ ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી

આ સ્પર્ધાના સફળ આયોજન માટે શાળાનો સમગ્ર સ્ટાફ ગામના યુવાનો,વડીલો, તાલુકાનાં વ્યાયામ શિક્ષક,ખેલ સહાયક અને ટ્રેનરોનો સહયોગ રહ્યો હતો.

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. ૯૭૨૩૪ ૪૪૯૯૦


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.